મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર કાયમ છે. દિવસે દિવસે સંકટ વધે છે, પણ હાલમાં થોડાક દિવસથી રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યામાં ઘટાડો થયો છે. અને દરદીઓ કોરોનાથી મુક્ત થવાનું પ્રમાણ વધી ગયું છે. મહારાષ્ટ્રમાં આજે દિવસભર કોરોનાના ૬૯૭૧૦ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપ્યા હતા. જ્યારે દિવસભરમાં કોરોનાના નવા ૬૨૯૧૯ કેસ નોંધાયા હતા. અને ૮૨૮ દરદીએ પ્રાણ ગુમાવ્યા હતા, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજ્યમાં અત્યાર સુધી ૩૮,૬૮,૯૭૬ દરદી કોરોનાથી મુક્ત થયા છે. જેથી કરીને કોરોનાની રિકવરી થવાનું પ્રમાણ ૮૪.૬૯ ટકા થયું છે, હાલમાં રાજ્યમાં ૪૧,૯૩,૬૮૬ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે અને ૨૬,૪૬૨ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા છે.
રાજ્યમાં આજ દિન સુધી ૨,૭૧,૦૬,૨૮૨ લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૪૬,૦૨,૪૭૨ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે. આથી કોરોનાગ્રસ્તોનું પ્રમાણ ૧૭ ટકા થયું છે. મરણાંકની સંખ્યા વધીને ૬૮૮૧૩ થઈ છે. આથી મરણાંકનું પ્રમાણ ૧.૫ ટકા થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાજ્યમાં આજદિન સુધી કોરોનાના ૬,૬૨,૬૪૦ દરદી સક્રીય છે, એમ આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.
મુંબઈમાં કોરોનાની દરદીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ જ કોરોનાના દરદી સાજા થવાનું પ્રમાણ વધારે છે. આથી મુંબઈમાં કોરોનાથી રિકવરીનું પ્રમાણ વધીને ૮૮ટકા થયું છે. મુંબઈમાં આજે કોરોનાના નવા ૩૯૨૫ કેસ નોંધાયા હતા. ૮૯ દરદીના મોત થયા હતા અને ૬૩૮૦ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા હતા. મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યાવધીને ૬૪૮૬૨૪ થઈ છે. અને મરણાંકની સંખ્યા ૧૩૧૬૧ થઈ છે. તેમ જ કોરોનાથી ૫૭૨૪૩૧ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. મુંબઈમા ંઆજદિન ૬૧૪૩૩ કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે આજે ૪૩૫૨૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાં ૩૯૨૫ દરદી કોરોના પોઝિટિવની નોંધ થઈ હતી.
મુંબઈમાં કોરોનાથી કોરોનાના દરદી બમણા થવાનો સમય ગાળો ૮૭ દિવસનો થયો છે. હાલમાં ૨૮૯૪ દરદી આઇસીયુ બેડમાં છે. અને ૧૪૮૨ દરદી વેન્ટિલેટર ઉપર હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R9IrSq
via IFTTT
Comments
Post a Comment