મુંબઈ : કોવિડ સેન્ટરની મુલાકાત લઈ ત્યાં ફરજ પર હાજર થઈ દર્દીઓની તપાસ કરવાના સરકારી આદેશનું ઉલ્લંધન કરવા પ્રકરણે અહમદનગર જિલ્લાના પારનેરમાં ચાર ડોક્ટરો પર કાર્યવાહી કરવામાં આવી હતી. ડોક્ટરો પર કરવામાં આવેલી આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર રાષ્ટ્રીય ગ્રામિણ આરોગ્ય યોજના હેઠળ કામ કરતા ડો. સચિન, ડો. પૂજા, ડો. તેજશ્રી અને ડો. અડસૂળને અહીંના પૂર્ણવાદ ભવનમાં નવા બનાવવામાં આવેલ વિસ્તારીત ડેડીકેટેડ કોવિડ સેન્ટરની મુલાકાત લઈ અહીં ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં આ આદેશ બાદ પણ ઉક્ત ચારેય ડોક્ટરો કોવિડ સેન્ટરમાં ફરક્યા પણ નહોતા. ૨૩ એપ્રિલના રોજ અહીંના પ્રાંતાધિકારી સુધાકર ભોસલેએ આ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી ત્યારે અહીં ડોક્ટરો ઉપસ્થિત જ ન રહેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે આ મુજબની નોંધ કરી હતી.
આ વાતની જાણ અહીંના સ્થાનિક તેહસીલદાર જયોતિ દેવરેને થતા તેમણે તાલુકા તબીબી અધિકારી ડો. પ્રકાશ લાળગેને ઉક્ત ચારેય ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી તેમના વિરોધમાં ગુનો દાખલ કરવાના આદેશ આપ્યા હતા. કોરોનાના કપરા કાળમાં તેહસીલદારે બેદરકારી દાખવનાર ડોક્ટરો સામે કરેલ કાર્યવાહીથી અહીંના તબીબી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vp3O10
via IFTTT
Comments
Post a Comment