મુંબઇ : મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં રસીકરણ શરૃ છે. અનેક ઠેકાણે રસીનો પુરવઠો અપૂરતો છે. આ પાર્શ્ચભૂમિ પર મુંબઈમાં અપૂરતા રસીના ડોઝ હોવાથી આગામી ત્રણ દિવસ રસીકરણ બંધ રહેશે, એમ મુંબઈ મહાનગર પાલિગાના એડિશનલ કમિશનરસુરેશ કાકાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
રવિવાર સુધીમાં નવા રસીના પુરવઠા બાબતે નિશ્ચિત માહિતી મળશે. તે અનુસાર પ્રસાર માધ્યમ થકી મુંબઈગરાને રસી બાબતેની માહિતી આપવામાં આવશે. અને સોમવારથી ફરી રસીકરણ શરૃ થશે, એમ કોકાણીએ ઉમેર્યું હતું.
આગામી ત્રણ દિવસ મુંબઈગરાને રસીકરણ માટે પ્રતીક્ષા કરવી પડશે. અમારી પાસે રસીનો જેટળો જથ્થો પૂરતો થયો છે. આથી આગામી ત્રણ દિવસ રસીકરણ બંધ રહેશે.
મુંબઈમાં ૭૬ હજાર ડોઝ મળ્યા હતા. તે પૈકી ૫૦ હજાર રસી આજે બપોરે પૂરી થઈ છે. બાકીની દિવસભરમા ંપૂરી થઈ જશે. આથી રસીનો જથ્થો નહીં મળે ત્યાં સુધી રસીકરણ બંધ રાખવામાં આવશે. આવતી કાલે રસીનો પુરવઠો મળે એવી શક્યતા ઓછી છે. જો કેન્દ્ર સરકાર તરફ વિશેષ બાબત તરીકે રસીનો જથ્થો ઉપલબ્ધ કરી દીધો તો રસીકરણ કરી શકાશે, એમ સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
હાલમાં જેને રસીનો બીજો ડોઝ લેવાનો છે. તેને પ્રથમ પ્રાધાન્ય અપાશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eFbYeV
via IFTTT
Comments
Post a Comment