મહારાષ્ટ્રની બહાર કે અંતર્ગત વિસ્તારોમાં 30 હજારથી વધુ બાળકોનું સ્થળાંતરણ



મુંબઈ :  કોરોનાના વધતા સંસર્ગને કારણે છેલ્લાં એક-સવા વર્ષમાં અનેક વાલીઓ પોતાના બાળકો સાથે રાજ્ય કે તાલુકા, જિલ્લા કે ગામડાની બહાર સ્થળાંતરિત થયાં છે. તેવીજ રીતે અનેક વાલીઓ બાળકો સાથે મહારાષ્ટ્રમાં દાખલ પણ થયાં છે. 

રાજ્યના સ્કૂલથી બહાર થયેલાં વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યા મુજબ, રાજ્યમાંથી ૩૩,૩૭૦ વિદ્યાર્થીઓ સ્થળાંતરિત થયાં છે, જેમાં ૧૭,૬૪૪ છોકરાઓ તો ૧૫,૭૨૬ છોકરીઓ સમાવિષ્ટ છે. તે જ રીતે બહારના રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં પણ ૩૩,૫૯૦ બાળકોએ વાલીઓ સાથે સ્થળાંતર કર્યું છે. જેમાં ૧૮,૧૩૦ છોકરા તો ૧૫,૪૩૦ છોકરીઓનો સમાવેશ છે.

રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગે પહેલીથી દસમી માર્ચ દરમ્યાન ચલાવેલ સર્વેક્ષણમાં જણાયું કે, છ થી ૧૪ વર્ષના ૨૫,૨૦૪ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી રહ્યાં નથી. તેમાંના ૭,૮૦૬ બાળકો ક્યારેય શાળામાં ગયાં જ નથી તો ૧૭,૩૯૭ બાળકો અનિયમિત ઉપસ્થિતિને કારણે શાળાથી વંચિત થયાં છે. શેરડીની કાપણી કરતાં મજૂરો, ઈંટની ભઠ્ઠીમાં કામ કરતાં કે ખાણકામ કરતાં મજૂરો, કોલસાની ખાણમાં કે ખેતીમાં મજૂરી કરનારા કે બાંધકામ તેમજ સાર્વજનિક બાંધકામ વિભાગના કામ કરતાં મજૂરો તેમના બાળકો સાથે આ રીતે સ્થળાંતર થતાં હોય છે, જેમાં અનેક બાળકો શાળાથી વંચિત બની શિક્ષણના પ્રવાહમાંથી બહાર ફેંકાઈ જતાં હોય છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nyW35Y
via IFTTT

Comments