મુંબઇ : મહારાષ્ટ્રમા કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ધરખમ ઉછાળો આવ્યા બાદ રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધો લાગુ કર્યા હતા તેને કારણે પ્રવાસીઓએ ટ્રેનોની ટીકીટો પણ રદ કરી તી. છેલ્લા ચાર મહિનાના મધ્ય અને પશ્ચિમ રેલવેમાં મુંબઇ વિભાગે રદ કરાયેલી ટિકીટોના રિફંડ પેટે ૩૦૦ કરોડ રૃપિયા પ્રવાસીઓને પાછા ચૂકવ્યા હતા. ૨૫ એપ્રિલ સુધીમાં મધ્ય રેલવેએ ૮૪.૧૧ કરોડ રૃપિયાનું રિફંડ પ્રવાસીઓને આપ્યું હતું.
કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્યમાં કડક પ્રતિબંધો લાગુ કરાયા છે તેમજ જિલ્લાબંધી પણ કરાઇ છે તેથી રાજ્યર્ગત દોડતી ટ્રેનોમાં પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યા ઘટી છે. મધ્ય રેલવેએ જાન્યુઆરીથી ૨૫ એપ્રિલ વચ્ચે પ્રવાસીઓએ ૨૧૨ કરોડ રૃપિયાનું રિફંડ આપ્યું છે તો પશ્ચિમ રેલવેએ આ સમય દરમિયાન પ્રવાસીઓને ૧૦૪.૬૬ કરોડ રૃપિયાનું રિફંડ આપ્યું હતું. પશ્ચિમ રેલવેના કુલ ૧૮.૫૬ લાખ પ્રવાસીઓએ તેમની ટિકીટ રદ કરી હતી.
રાજ્યના કોરોનાગ્રસ્ત દરદીઓનું વધતુ જતુ પ્રમાણ જોતા મે મહિનાની ટિકિટો મોટા પ્રમાણમાં રદ કરાઇ હોવાની માહિતી રેલવેના અધિકારીએ નામ ન આપવાની શરતે આપી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ZMvqV
via IFTTT
Comments
Post a Comment