મુંબઇ : કોરોનાના ઉપદ્રવને નાથવા લાદવામાં આવેલા આકરા લોકડાઉનને કારણે વેપારીઓને લગભગ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે એવો અંદાજ વેપારીઓના સંગઠને વ્યક્ત કર્યો છે. વેપારીઓને આ નુકસાનીમાંથી બહાર લાવવા માટે આર્થિક સહાયની સરકાર પાસે માગણી કરવામાં આવી છે.
જીવન-જરૃરિયાતની ચીજવસ્તુઓની દુકાનો સવારે માત્ર ચાર કલાક ખોલવા દેવામાં આવે છે. મોટી મોટી માર્કેટો બંધ છે એટલે વેપાર થતો નથી. આ પરિસ્થિતિમાં વેપારીઓએ પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવો પડે છે. બીજુ લોકલ ટ્રેનોમાં અત્યારે ફક્ત આવશ્યક સેવ ાના કર્મચારીઓને જ પ્રવાસની છૂટ છે. એટલે દૂર રહેતા દુકાનના કર્મચારીઓએ કામના સ્થળે પહોંચવાની મુશ્કેલી છે. અત્યારે પૂરા સમય સુધી દવાની દુકાનો જ ખુલ્લી રાખવાની છૂટ છે. ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડસ વેલ્ફેર એસોસિએશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યું હતું કે લોકડાઉન લંબાવવાનો સરકારે નિર્ણય કરતા વેપારીઓની સ્થિતિ વધુ કફોડી થશે.
સરકારે દુકાનદારોને મર્યાદિત સમય માટે ધંધો કરવાની છૂટ આપવી જોઇએ એટલું જ નહી નુકસાનીમાં ગરકાવ થઇ ગયેલા વેપારી વર્ગને આર્થિક મદદ પણ આપવી જોઇએ. ૧૫ દિવસના કડક પ્રતિબંધ દરમિયાન રાજ્યના વેપારીઓને એકંદર નુકસાન ૧૮,૨૦૦ કરોડ ઉપર પહોંચશે એવો અંદાજ છે. ત્રણ સપ્તાહની ગણતરી કરીએ તો નુકસાની ૨૪ હજાર કરોડ પર પહોંચશે. અધૂરામાં પૂરું ૧૫મી મે સુધી લોકડાઉન લંબાવવાની સરકારે જાહેરાત કરતા વેપારીઓ માટે આર્થિક ફટકો અસહ્ય બની જશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PExqZ0
via IFTTT
Comments
Post a Comment