મુંબઈ : નાશિક જિલ્લાના યેવલા- મનમાડ હાઈવે પર અનકાઈમાં વિજળી પડતા બે જણના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક મહિલા ગંભીર ઈજા પામી હતી. આ ઘટના આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર અનકાઈના વિજાપૂર ફાટા પાસે આજે અચાનક ગડગડાટ સાથે વરસાદ પડવા માંડતા અહીંથી બાઈક પર પસાર થતા બે જણ અહીં આવેલ એક ઝાડ નીચે બાંધેલ શેડમાં જઈને ઉભા હતા.
આ સમયે અન્ય લોકો પણ અચાનક પડેલા વરસાદથી બચવા અહીં આવ્યા હતા. બરાબર ત્યારે જ શેડ પર વિજળી પડતા બે જણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વિજળી પડતા બે જણના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
વિજળી પડતા એક મહિલા પણ ગંભીર રીતે ઈજા પામી હતી. આ ઘટના બાદ અહીં હાજર એક સમાજસેવક અને ડોક્ટરે તરત જે એમ્બ્યુલન્સ બોલાવી. આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના નામ રમેશ સંજય ગાઢે (૪૫) અને હરપાલ સિંગ બચ્ચનસિંગ (૩૦) હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં વિજળી પડતા ગંભીર રીતે ઘવાયેલ મહિલાનું નામ જાણી શકાયું નહોતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/331iPtL
via IFTTT
Comments
Post a Comment