કોરાના કાળમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની 1 વર્ષથી એકમેકથી દૂર છે



  ધરમજીનું આરોગ્ય અમારા માટે મહત્ત્વનું છેઃ હેમા

મુંબઈ :  બોલીવુડની રોમેન્ટિક લવ સ્ટોરી ધરાવતા અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમા માલિની  કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી એકમેકથી દૂર રહે છે. હેમા તેમના મુંબઈના ઘરમાં છે અને ધર્મેન્દ્ર તેમના ફાર્મ હાઉસમાં તેમની ટીમ સાથે રહે છે. હેમા અને ધર્મેન્દ્રએ મળીને આ નિર્ણય લીધો છે. હેમાએ તેમના આ નિર્ણય પાછળનું કારણ જણાવીને ખુલાસો કર્યો હતો કે ધરમજીને સુરક્ષિત રાખવાનો આ સૌથી સરળ અને ઉત્તમ ઉપાય છે. હાલ અમારા માટે તેમનું આરોગ્ય સૌથી વધુ મહત્ત્વનું છે. અમારે આ દિવસોમાં તેમની કાળજી લેવા પર વધુ ભાર મૂકવો જોઈએ પછી ભલે એ માટે કોઈ વસ્તુનો ત્યાગ પણ કરવો પડે તો ચાલશે.

ધર્મેન્દ્રને કોરોનાનો ચેપ લાગે નહીં અને બહારના લોકોના સંપર્કમાં આવે નહીં એ માટે એકમેકથી દૂર રહેવાનો નિર્ણય લીધો છેે. ધર્મેન્દ્રની વય જોતાં કોરાનાનું જોખમ વધુ હોવાનું હેમાએ તેમના આરોગ્યને પ્રાધાન્ય આપ્યું છે.

ધર્મેન્દ્રએ થોડા દિવસ પૂર્વે જ કોરોનાની રસી લીધી હતી. તેમણે બધાને રસી લેવાની અપીલ પણ કરી હતી. ધર્મેન્દ્ર ગત આખું વર્ષ તેમના ફાર્મ હાઉસમાં જ હતા. તેમણે આગામી ફિલ્મોનું શૂટિંગ પણ અટકાવી દીધું છે. આ બાબતે ફિલ્મ દિગ્દર્શક અનિલ શર્માએ જણાવ્યું હતું કે અમે કોઈ ઈચ્છતા નથી કે ફિલ્મને લઈને ધરમજીનું આરોગ્ય જોખમાય. આથી શૂટિંગ મોકૂફ રખાયું છેે. આ પૂર્વે શૂટિંગ પંજાાબમાં કરવાના હતા પણ હવે લંડનમાં કરવાનું નક્કી થયું છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/331CmKj
via IFTTT

Comments