મહારાષ્ટ્રમાં 15 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યો, બધા પ્રતિબંધો કાયમ


મુંબઇ : કોરોનાની બીજી લહેર હજી અટોપાઈ જાય એવા ચિહ્ન બિલકુલ દેખાતા નથી. આથી મહારાષ્ટ્રમાં અમલમાં આવેલા કડક લોકડાઉનને વધુ ૧૫ દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. બુધવારે પ્રધાન મંડળમાં લેવાયેલા આ નિર્ણયને આજે ઔપચારિકતા તરીકે જાહેર કરવામા ંઆવ્યો છે. આ અંગે રાજ્યના મુખ્ય સેક્રેટરી સીતારામ કુંટેએ આજે આ બાબતેનો આદેશ જારી કર્યો છે.

આ સિવાય ૧૫મેના રોજ સવારે ૭ વાગ્યા સુધી  કડક લોકડાઉન અમલમાં રહેશે. આ અંગે અગાઉ  બહાર પાડેલી ગાઇડલાઇન્સ તથા પ્રતિબંધ ૧૫ મે સુધી કાયમ રાખવામા ંઆવ્યો છ.ે

કોરોનાને માત આપવા રાજ્ય સરકારે ૧૪ એપ્રિલના રાતે ૮ વાગ્યાથી ૧ મે ૨૦૨૧ના સવારે ૭ વાગ્યા સુધી કડક લોકડાઉન મૂકવામાં આવ્યો હતો, પરંતુ લોકડાઉન અમલમાં આવવા છતાં કોરોનાની પરિસ્થિતિમાં જરાપણ ફરક ન પડતાં આખરે રાજ્ય સરકારે ૧૫ મે સુધી કડક લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gQ9lcY
via IFTTT

Comments