મુંબઇ : લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર વધુ કડકાઇથી ડોરડો વીંઝવા મુંબઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શહેરના ૯૪ પોલીસ સ્ટેશનોના તમામ સિનીયરપોલીસ ઇન્સ્પેકટરોને નિયમભંગના રોજના ઓછામાં ઓછા ૧૦ કેસ નોંધવાની સૂચના આપી છે. સૂત્રોના જણાવવા મુજબ રાજ્ય સરકારે ઘડેલા નિયમો અને ધોરણોનું નાગરિકો ચુસ્તપણે પાલન કરે એ માટે આવી સૂચના અપાઇ છે.
પોલીસ ખાતાના સૂત્રોના જણાવવા મુજબ પોતાના વિસ્તારના ડીસીપીના રિડરને રોજ સવારે ૮ વાગ્યા સુધીમાં આગલા દિવસે પોતો નોંધેલા કુલ કેસ વિશે અપડેટ આપવાની પણ સિનીયર ઇન્સ્પેકટરોને સૂચના અપાઇ છે. જ્યારે ડીસીપીના રિડરોને પણ એ માહિતી મુંજબઇના પોલીસ કમિશ્નરોરેટને મોકલવા જણાવાયું છે.
'જો અમે ૧ દિવસમાં લોકડાઉનના નિયમભંગના ૧૦ કેસ નોંધી ન શકીએ તો અમને બીજા દિવસે બપોરે અમારા ઉપરીની ઓફિસમાં હાજર થવા કહેવાયું છે, એમ એક પોલીસ ઓફિસરે નામ ન આપવાની શરતે કહ્યું હતું.
અલબત્ત, મુંબઇ પોલીસના સત્તાવાર પ્રવક્તા ડીસીપી એમ. ચૈતન્યએ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાનો ટાર્ગેટ અપાયોહોવાનું નકારી કાઢતા કહ્યું હતું કે લોકડાઉન ને વધુ અસરકારક બનાવવાપોલીસને માત્ર નિયમોનો એકદમ સખતાઇથી અમલ કરવાની સૂચના અપાઇ છે.
બીજી તરફ, રોજ ૧૦ કેસ નોંધવાનો ટાર્ગેટ પુરો કરવા એકદમ સહેલો છે એવો દાવો કરતા એક સિનિયીરપોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે મને મારા એસીપીએ આ સૂચના આપી છે અને એમન એમના ઉપરીઓ તરફથી આવો આદેશ મળ્યો છે. કોઇ વજુદવાળા કારણ વિના ઘણાં લોકો બહાર ફરતા હોવાથી ૧૦ કેસ નોંધવા સહેલા છે.
બીજી તરફ અમુક પોલીસ અધિકારીઓએ એવો ભય દર્શાવ્યો હતો કે આવા ટાર્ગેટને લીધે અમને કોરોનાનું ઇન્ફેકશન લાગવાની શક્યતા વધી જશે. કોઇ વ્યક્તિ જો નિયમભંગ કરતીપકડાય તો એની સામે ગુનો નોંધવા એને પોલીસ સ્ટેશન લઇ જઇને લાંબી વિધી કરવી પડે છે. એથી પોલીસકર્મીઓને ઇન્ફેકશન લાગવાનું જોખમ વધી જાય છે. આમેય પોલીસ ખાતામાં વધતા જતા કોવિડના કેસ અને મોતને લીધે ભયનો માહોલ છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xuHSmV
via IFTTT
Comments
Post a Comment