મુંબઈ : દેશમાં તેમજ રાજ્યના કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો હોવાથી હવે સરકાર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સંબંધિત નિયમોનું પાલન કરવાનું વારંવાર આવ્હાન કરાય છે. તેવામાં મુંબઈ પોલીસે તેમની અનોખી શૈલીમાં ટ્વિટ કરી માસ્ક પહેરવાનો સંદેશો આપ્યો હતો.
મુંબઈ પોલીસે જનજાગૃતિ કરવામાં થોડો ટ્વિસ્ટ લાવી મનિષા કોઈરાલાના 'આજ મૈ ઉપર' ગીતનો ઉપયોગ કરી ટ્વિટ કર્યું હતું.
૧૯૯૬માં આવેલા 'ખામોશી' પિક્ચરમાં આ ગીત હતું.. મુંબઈ પોલીસે ટ્વિટ કરી જણાવ્યું કે 'આજ મૈ ઉપર, ક્યુકી માસ્ક હૈ નીચ'.
આ ફોટો પોસ્ટ કરતી વખતે મુંબઈ પોલીસે વાયરસને ડામવા માટે પોતાનું માસ્ક વ્યવસ્થિત પહેરવા જણાવ્યું હતું. દરેક નિયમોનું પાલન કરી આજ મૈ આગે, કોરોના હૈ પીછે એવો સંદેશ પણ ટ્વિટ દ્વારા આપ્યો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dq1M9k
via IFTTT
Comments
Post a Comment