પાંચ રાજ્યોનો ચૂંટણી જંગ તીવ્ર રસાકસી સાથે અંતિમ તબક્કામાં


- ભાજપે મમતાને ચારે બાજુથી ધેરી લીધા છે

- પ્રસંગપટ

- ભાજપ તરફી યુ ટયુબરો દર બે દિવસે પરિણામોનો ટ્રેન્ડ બહાર પાડે છે જેમાં ભાજપને પ.બંગાળ જીતતું બતાવાય છે

પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચરમ સિમા પર છે. ભાજપના નેતાઓ પ. બંગાળ અને તમિળનાડુમાં પડયા પાથર્યા રહે છે એમ કહી શકાય. પ. બંગાળમાં ભાજપે પ્રચાર માટે ભાષણો કરતા નેતાઓની ફેાજ ઉતારી દીધી છે. કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ પાસે ભાષણ બાજ નેતાઓ નથી. કોંગ્રેસે ભાઇ રાહુલ અને બહેન પ્રિયંકાના ભરોસે હોય એમ લાગે છે. કોંગ્રેસે દરેક ચૂંટણી ગ્રસ્ત રાજ્યોમાં ભાષણ કરનારાઓની યાદી તૈયાર કરી હતી પરંતુ કેટલાક ડખાના કારણે તે યાદી પ્રમાણે કોઇને કામ સોંપાયું નથી. 

ભાજપે આ પાંચેય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સામે જંગ લડવાનો છે. દરેક પક્ષ પોતાની વ્યૂહ રચના સાથેે જંગ લડી રહ્યા છે. સત્તા મેળવવા માટેના દાવ પેચ જોવા મળેે છે. એમ માનવાની જરૂર નથી કે પ.બંગાળમાં જ રસાકસી છે દરેક રાજ્યમાં સત્તા માટેની દોડધામ જોવા મળી રહી છે. એટલું ખરૂં કે પ.બંગાળમાં સરકાર વધુ મહેનત કરી રહ્યું છે કેમકે પ.બંગાળ જીતીને ભાજપ વધુ એક સરહદી રાજ્ય મેળવવા માંગે છે. મમતા બેનરજી પ. બંગાળને પોતાની જાગીર સમજીને રાજ કરી રહ્યા છે પરંતુ ભાજપે તેમને ચારે બાજુથી ધેરી લીધા છે.

પ. બંગાળમાં હિન્દુ મુસ્લિમ મતો ખેંચવા દાવ ખેલાય છે તો તમિળનાડુમાં દરેક પક્ષને મફત આપવાનો ખેલ શરૂ કર્યો છે. તમિળનાડુમાં એક અપક્ષે તો ચંન્દ્રની સફર, એક કરોડ રુપિયા આપવાની જાહેરાત કરીને કહ્યું હતું કે મારી ઉમેદવારી ભરવાની રકમ પણ હું વ્યાજે લાવ્યો છું તો તમને કેવી રીતે આટલી સવલતો આપી શકું?હું ચૂંટાઉ તો પણ શું આટલી સવલતો આપી શકવાનો છું? હું નથી આપી શકતો તો પછી બીજા કેવી રીતે આપી શકશે. આમ કહીને તે  લોકોને પ્રલોભનો સામે જાગૃત કરે છે. 

ચૂંટણી પ્રલોભનો સામે ચૂંટણી પંચ આંખ બંધ કરીને બેઠું છે. પાંચેય રાજ્યોમાં બેફામ આક્ષેપબાજી થઇ રહી છે. મમતા બેનરજીની જીભ વારંવાર લપસી જાય છે એટલે ભાજપે સામે છેડે આક્ષેપબાજી વધારી દીધી હોવાનું દેખાઇ આવે છે. ભાજપમાંથી અનેક નેતાઓ સભા ગજવી રહ્યા છે. સ્મૃતિ ઇરાનીએતો બંગાળીમાં સભા સંબોધીને વિરોધીઓને ચિત્ કરી દીધા હતા. ભાજપે નંદી ગા્રમમાં મમતાને હરાવવાની તૈયારીઓ કરી છે. સુબેન્દુ અધિકારીના પિતાને પણ ભાજપમં ખેંેંચી લાવીને ભાજપે નંદીગા્રમમાં પોતાની પકડ વધુ મજબુત બનાવી છે.

પ્રથમ તબક્કાનું મતદાન પુરૂં થઇ ગયું છે. દરેક જાહેર સભાઓમાં ભાજપે પોતાના ૧૩૦ કાર્યકરોની હત્યાનો જવાબ માંગ્યો હતો. મમતાના રાજમાં આચરાયેલી ગુંડાગીરીનો જવાબ ભાજપ મત મારફતે માંગી રહ્યું છે.

કોંગ્રેસ પાસે નેતાઓની અછત છે.એટલે રાહુલ અને પ્રિયંકા ગાંધી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.આ ભાઇ બહેન જે ભીડ ભેેગી કરી શકે છે તે કોઇ કોગીં નેતા કરી શકતા નથી. કોગ્રેસ અને ડાબેરી પક્ષોએ કિસાન નેતા રાકેશ ટીકૈતને અજમાવી જોયા હતા પરંતુ તેમને એકજ દિવસમાં રવાના કરી દેવાયા હતા. કોંગ્રેસ માટે આ ચૂંટણીઓ મહત્વની છે. પરંતુ પ્રચારમાં કચાશ જોવા મળે છે.

કેરળમાં ડાબેરી પક્ષોની પકડ તોડવી આસાન નથી એ જોઇને ભાજપે મેટ્રોેમેન શ્રીધરનને મેદાનમાં ઉતાર્યા હતા. તેધેરધેર ફરીને પ્રચાર કરતા હતા પરંતુ ૮૮ વર્ષનો આ ઉમેદવારને ઉંમર સાથ નથી આપતી.  

ભાજપ તરફી યુ ટયુબરો દર બે દિવસે પરિણામોનો ટ્રેન્ડ બહાર પાડે છે જેમાં ભાજપને પ.બંગાળ જીતતું બતાવાય છે જ્યારે કોંગ્રેસના યુ ટયુબરો ભાજપને હારતું અને મમતાની જીત બતાવે છે. કેમકે લોકોને પરિણામોના ઓપિનીયન પોલ જોવા બહુ ગમે છે એટલે દરેક પોતાના ફાયનાન્સીયરની ફેવર કરે છે.  

પ.બંગાળ જીતવું એ ભાજપ અને સંધે વર્ષોથી સેવેલું અશક્ય સપનું સાકાર કરવા પ્રયાસ થઇ રહ્યો છે. આ પ્રયાસ સફળ થશે કે નહીં તે તો બીજી મેના રોજ ખબર પડશે પણ જે રીતે ભાજપે પ. બંગાળ પર હલ્લાબોલ કર્યું છે તેવું રાજકીય ચૂંટણીમાં ક્યારેય જોવા નથી મળ્યું. ભાજપે તન મન ધન બધુંજ કામે લગાડી દીધું છે. 

હકીકતે મમતા બેનરજીને ધેરી લેવામાં સફળતા મેળવી છે એમ કહી શકાય . તેમ છતાં કોઇ પણ મતદારને કળવો અધરો હોય છે. હવેના દિવસો તબક્કાવાર મતદાનમાંથી પસાર થતા જોવા મળશે. એક મહિના પછી પરિણામો જોવા મળશે.       



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ykbeG
via IFTTT

Comments