- જોકે મુખ્ય માર્ગો પર સજ્જડ પોલીસ બંદોબસ્ત હોવાના કારણે ધુળેટીના દિવસે માર્ગો કર્ફ્યુ સમાન દેખાયા
જામનગર, તા. 30 માર્ચ 2021, મંગળવાર
જામનગરની ઉત્સવપ્રેમી જનતાએ ધુળેટીના તહેવારને અનુલક્ષીને મોટાભાગે સંયમ જાળવ્યો હતો, અને કોરોનાની ગાઇડ લાઇનને અનુસર્યા હતા. પરંતુ કેટલાક યુવાનો અને બાળકો કોરોનાની ગાઇડ લાઇનને કોરાણે મૂકીને ધુળેટીના રંગે રંગાયા હતા, અને નાની શેરી ગલીઓમાં અથવા તો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રંગોત્સવ મનાવી તહેવારની ઉજવણી કરી હતી. જોકે શહેરભરમાં પોલીસ બંદોબસ્ત હોવાના કારણે મોટા ભારતના માર્ગો સુમસામ અને કર્ફ્યુ સમાન જોવા મળ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા હોળી ઉત્સવમાં માત્ર પૂજનની છૂટ અપાઈ હતી. પરંતુ ધુળેટીના રંગોત્સવને જાહેરમાં મનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેથી મોટાભાગના લોકોએ સંયમ જાળવ્યો હતો, અને કોરોનાની ગાઇડ લાઇનને અનુસરીને પોતાના ઘરમાં જ બેસી રહ્યા હતા.
જોકે કેટલાક નવ યુવાનો અને બાળકો પોતાની શેરી ગલી અથવા તો એપાર્ટમેન્ટના ધાબા અને પાર્કિંગમાં ધૂળેટીના રંગે રંગાયા હતા. જોકે આવા ઉત્સવ પ્રેમીઓની સંખ્યા ખૂબ જૂજ જોવા મળી હતી. મોટાભાગના શહેરીજનોએ પોતાના ઘરમાં જ બેસી રહેવાનું પસંદ કર્યું હતું.
જામનગર શહેરમાં પોલીસ તંત્ર પણ ધુળેટીના પર્વને લઇને સતર્ક બન્યુ હતું, અને શહેરના તમામ મુખ્ય માર્ગો પર સજજડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથોસાથ પોલીસના એકાદ ડઝન થી વધુ વાહનો માર્ગોપર સતત પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જેથી સમગ્ર શહેર નું વાતાવરણ કર્ફ્યુ સમું બનેલું જોવા મળ્યું હતું. અને મોટાભાગના માર્ગો બપોર દરમિયાન સુમસામ જોવા મળ્યા હતા.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m3yVvu
via IFTTT
Comments
Post a Comment