કિયારા અડવાણીએ મુરાદ ખેતાનીની ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો


- અભિનેત્રી પાસે બિગ બજેટ ફિલ્મ હોવાથી આ નિર્ણય લીધો હોવાની અટકળ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૩૦

કિયારા અડવાણીએ મુરાદ ખેતાનીની ફિલ્મ કબીર સિંહમાં કામ કર્યું હતું, જે તેની કારકિર્દીની સફળ ફિલ્મ ગણાય છે. હાલ કિયારાએ મુરાદ ખેતાનીના બેનર હેઠળની ભૂલ ભૂલૈયા ટુ સાઇન કરી છે. 

જોકે ખેતાનીની દરેક ફિલ્મ કિયારા કરતી નથી.  ખેતાની તેને તેની આવનારી ફિલ્મ અપૂર્વામાં પણ સાઇન કરવા ઇચ્છતો હતો. પરંતુ કિયારાએ તેમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો. 

કિયારાની મેનેજિંગ ટીમના અનુસાર હાલ કિયારા પાસે બિગ બજેટ ફિલ્મો છે. તેનું શેડયુલ  વ્યસ્ત છે. તેણે ટીમની સલાહ અનુસાર જ મુરાદ ખેતાનીની ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. 

કહેવાય છે કે, ખેતાનીની આવનારી ફિલ્મ અપૂર્વા મહિલાઓ પર આધારિત છે. કિયારા અડવાણી હાલ પોતાની આવનારી ફિલ્મ ભૂલ ભૂલૈયા ટુનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં કિયારાની સાથે તબુ અને કાર્તિક આર્યન પણ કામ કરી રહ્યા છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m7QhYb
via IFTTT

Comments