કલકત્તા, તા. 30 માર્ચ 2021 મંગળવાર
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે.બીજા તબક્કામાં નંદીગ્રામ બેઠક માટે પણ મતદાન થવાનુ છે.જ્યાં ટીએમસીના નેતા અને સીએમ મમતા બેનરજી સામે ભાજપના શુભેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે.
આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હોવાથી તમામ પાર્ટીઓ પોતાની તાકાત કામે લગાડી રહ્યા છે.દરમિયાન નંદીગ્રામમાં મમતા બેનરજીનો આજે રોડ શો યોજાયો હતો. વ્હીલ ચેર પર બેસીને મમતાએ રોડ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મમતાને ચીઢવવા માટે ભાજપના કાર્યકરોએ મમતા બેનરજીની સામે જઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
અહીંયા અમિત શાહ પણ રોડ શો કરવાના છે અને આ જ રુટ પરથી મમતા બેનરજીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે મમતાની ગાડી સામે જઈને ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને મમતા બેનરજીના રોડ શોમાં કહ્યુ હતુ કે, ભાજપના નેતા પરિવારવાદ પર બીજા પક્ષોને જ્ઞાન આપે છે પણ હકીકત એ છે કે, શુભેન્દુના પિતાજી સાંસદ, ભાઈ સાંસદ અને બીજા એક ભાઈ કોર્પોરેશનના ચેરમેન છે.
West Bengal Chief Minister and TMC leader Mamata Banerjee leads a 'padyatra' in Bhagabeda of Nandigram. pic.twitter.com/Eu8AjGPJ0v
— ANI (@ANI) March 30, 2021
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QRtPac
via IFTTT
Comments
Post a Comment