- આ ફિલ્મનો સહાયક દિગ્દર્શક સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ ખાન હશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૩૧
કરણ જોહર દિગ્દર્શિત પ્રેમ કહાની પર આધારિત આગામી ફિલ્મ ગરમીની ઋતુ પછી ફ્લોર પર જવાની શક્યતા છે. આ ફિલ્મના શૂટિંગ ઘણા વાસ્તવિક સ્થાન પર કરવામા ંઆવશે.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, રણવીર સિંહ રોહિત શેટ્ટીની સર્કસની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પછી તે કરણ જોહર દિગ્દર્શિત આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ કરવાનો છે. જો બધુ યોજના અનુસાર થશે તો, આ ફિલ્મનું શૂટિંગ જુન-જુલાઇ માસમાં શરૂ કરવાની યોજના છે. જેને ભારતના વાસ્તવિક સ્થાનો પર ફિલ્માવામાં આવશે.
પોર્ટલે વધુમાં એમ પણ જણાવ્યું હતુ ંકે, આ ફિલ્મ દ્વારા સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ ખાન કરણ જોહરના સહાયક દિગ્દર્શક હશે. જોકે તે આ ફિલ્મ દ્વારા લોન્ચ નથી થઇ રહ્યો. ેને આ ફિલ્મ દ્વારા નિર્માણની પ્રક્રિયા સમજવી છે. તેણે હજી પોતાની કારકિર્દી અંગે કોઇ નિર્ણય લીધો નથી.
આ ફિલ્મ કોઇ સમાજિક સંદેશ વગરની એક હળવી પ્રેમ કહાની ધરાવતી ફિલ્મ હશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sBOlcO
via IFTTT
Comments
Post a Comment