- માત્ર ગામલોકોના જ ઘોડેસ્વારો દ્વારા ઘોડારેસ યોજાઈ: જેમાં બે વિભાગમાં આવનારા પ્રથમ ઘોડેસ્વારને પાઘડીથી સમ્માનિત કરાયા
જામનગર, તા.3૦ માર્ચ 2021, મંગળવાર
જામનગર તાલુકાના મસીતીયા ગામમાં પ્રતિવર્ષ કમરૂદ્દીન બાબાના ઉર્ષનો કાર્યક્રમ યોજાય છે, જે ચાલુ વર્ષે કોરોનાની ગાઇડ લાઇનને અનુલક્ષીને ખૂબ જ સાદગીથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. બે દિવસ ચાલનારા આ કાર્યક્રમના બદલે માત્ર પાંચ કલાક પૂરતો જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં માત્ર મસીતીયાના ગ્રામજનોનેજ પ્રવેશ અપાયો હતો.
પ્રતિવર્ષ 21 મણ જમણનો કાર્યક્રમ, ઉપરાંત કવાલી સહિતના કાર્યક્રમો યોજાય છે. જે આ વખતે 126માં વર્ષ ઉર્ષમુબારક નિમિત્તે ખૂબ જ સાદગીથી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો, અને દરગાહે સલામ આપવા સહિતના સામાન્ય કાર્યક્રમ પછી ઘોડારેસ રાખવામાં આવી હતી.
બે વિભાગમાં યોજાયેલી રેસમાં મોટા ઘોડામાં પાંચ ઘોડેસવારો એ ભાગ લીધો હતો. જેમાં ઓસ્માણભાઈ મુસાભાઇ સાયાણી પ્રથમ નંબરે વિજેતા થયા હતા. જેઓને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તે ઉપરાંત નાના ઘોડામા મસીતીયા ગામના સાત ઘોડેસ્વારો જોડાયા હતા. જેમાં અલ્તાફ જુસબભાઈ નામના ઘોડેસ્વારને પ્રથમ વિજેતા જાહેર કરી તેનું પણ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. અને કોરોનાની ગાઇડ લાઇનને અનુલક્ષીને સમગ્ર કાર્યક્રમ સાદગી રીતે અને ઓછી સંખ્યાની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QSv8Wn
via IFTTT
Comments
Post a Comment