- ચોક્કસ વિસ્તાર જ બંધ કરાવાતો હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ હડતાલ પાડી
જામનગર, તા. 30 માર્ચ 2021, મંગળવાર
જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં હોળીની રાત્રીએ પોલીસે બંધ કરાવ્યા પછી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો, અને ચોક્કસ વિસ્તાર નેજ બંધ કરાવવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે વેપારીઓએ બીજા દિવસે પણ બંધ પાડયો હતો. જોકે પાછળથી તેમાં સમાધાન થયું હતું, અને આજે બધી દુકાનો ખૂલી ગઇ છે.
જામનગરના હવાઈ ચોક અને ખંભાળિયા નાકા આસપાસના વિસ્તારમાં રવિવારે રાત્રીના સમયે પોલીસ દ્વારા બધી દુકાનો અને રેકડીઓ વગેરે બંધ કરાવ્યા હતા. આ સમયે કેટલાક વેપારીઓ સાથે પોલીસને ઘર્ષણ થયું હતું.
અમુક ચોક્કસ વિસ્તારમાં જ માત્ર બંધ કરાવવામાં આવે છે. તેવા આક્ષેપ સાથે વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો, અને બીજા દિવસે એટલે કે સોમવારે સવારે તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખ્યા હતા. જોકે મોડેથી તે બાબતે સમાધાન થયું હોવાથી આખરે વેપારીઓએ પોતાના વેપાર-ધંધા શરૂ કરી દીધા હતા. અને આજે તમામ દુકાનો, રેકડી વગેરે રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3czxUZ5
via IFTTT
Comments
Post a Comment