- એપ્રિલ એટલે ઓલ પિપલ રિમેઇન ઇન લોકડાઉન
- પ્રસંગપટ
- ડરમાંથી પૈસા ઉભા કરવાના કિમિયાના અનેક ભાગીદારો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નામે નાટકબાજી
આજે ૧લી એપ્રિલ. કોરોનાએ આખા વિશ્વને એપ્રિલ ફૂલ બનાવ્યું હોય એમ લાગે છે. હવે કોરોના જશે અને સખત્ત ગરમીમાં તે ટકી નહીં શકે એવા અહેવાલોથી લોકોને રાહત થતી હતી પરંતુ કોરોના વારંવાર હાથતાળી આપીને પોતાનું માથું ઉંચકતો જોવા મળે છે.
કોરાના કાળમાં લોકોની ક્રિયેટિવિટી વધી છે. લોકોની રમૂજ શક્તિ પણ વધી છે. એપ્રિલ એટલે ઓલ પિપલ રિમેઇન ઇન લોકડાઉન. ટૂંકમાં કોઇ કોરોનાને ભૂલવા તૈયાર નથી. કોરોના જાહેર જીવન સાથે વણાઇ ગયો છે. સમાજના અનેક વર્ગ તેને સામાન્ય ન્યુમોનિયા સાથેે સરખાવીને ગણત્રીમાં પણ લેતો નથી. જોકે લાખો લાકોનો જાન લેનાર કોરોના બાબતે આંખ આડા કાન થઇ શકે એમ નથી. એટલે તો ં વાઇરસ પરના એપ્રિલ ફૂલના મેસેજ પર પ્રતિબંધ મુકાયો છે.
પરંતુ જે લોકો તેને સિરીયસલી લઇ રહ્યા છે તે સમાજના ખરા સેવકો છે. કોરોના આગળ વધતો અટકાવવા અને પોતાના પરિવારને તેમાંથી દુર રાખવા આ લોકો સતત પ્રયાસ કરતા જોવા મળે છે. સત્તાવાળાઓ અનેક મુદ્દે નબળા પુરવાર થયા છે.
બહુ ઉહાપોહ થયા પછી સરકારી મેળાવડા બંધ કરવાના પગલાં લેવાયા હતા. માન સન્માનના ભૂખ્યા રાજકારણીઓ વાહ વાહી સાંભળ્યા સિવાય રહી શકતા નથી. ખરેખરતો સરકારી મેળાવડાઓ પર જનતા રેડ થવી જોઇએ જેથી તંત્રમાં સુધારો થાય.
સોશ્યલ ડિસ્ટન્સ એ નરી નાટક બાજી છે. સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરીને સરકારી મેળાવડા ફરી પાછા શરૂ થયા છે. ટૂંકમાં સરકાર સુધરવા તૈયાર નથી. તે પ્રજા માટે કડક છે અને પોતે જલસા કરે છે. છેલ્લા એક વર્ષથી કોરોના વાઇરસે લોકોની સેન્સ ઓફ હ્યુમરને વધારી છે પરંતુ લોકોના શોખ અને બિન્દાસ્ત ફરવાની વૃત્તિને કચડી દરેકના મનમાં કોરોનાનો ડર ઉભો કર્યો છે. કોરોના એ તૂત છે એવું કહેતો એક વર્ગ ઉભો થયો છે. તેમની પાસે આ તૂતને સાબિત કરવા માટેના તર્ક પણ છે. વિદેશમાં લોકડાઉન સામે આંદોલનો થઇ રહ્યા છે.ભારતમાં એક વર્ગ સરકારે બતાવેલી કોરોના થિયરી સાથે સંમત નથી. કોરોના વાઇરસને કદાચ તબીબી જગત પણ ઓળખી શક્યું નથી. સારવારના નામે ક્યાંક અંધારામાં ગોળીબાર થાય છે તો ક્યંાક દર્દી માટે જોખમ ઉભું થાય એેવી સારવાર કરાય છે. કોરોના પોઝીટીવ આવે કે તરતજ દરેકને માથે આભ તુટી પડયું હોય એવું લાગે છે.
દર્દીને ચૂપચાપ દવા લેવાનું કહેવાય છે. કોઇ ડોક્ટર પોતાના દર્દીને કોરોના વિશે વિગતવાર જણાવવા તૈયાર નથી.
૧૦ માંથી ચાર પોઝીટીવ કેસ એવા હોય છે કે તેને કોરોનાના કોઇ લક્ષણ ના હોવા છતાં દવાના ડોઝ અપાય છે. દર્દીને માઇલ્ડ ડાયાબીટીશ હોય તો તેને તરત ઇન્જ્ેકશનો પર ચઢાવી દેવાય છે. કોરોના પોઝીટીવ આવ્યા પછી સત્તાવાળાઓ કામના ભારણના કારણે ત્વરીત દર્દીના ઘેર સારવાર માટે પહોંચી શકતા નથી એટલે ટેલિફોનિક સારવાર આપતા નિષ્ણાતોને ત્યાં દર્દી પહોંચી જાય છે. હોસ્પિટલોમાં જતો દર્દી ચાર પાંચ લાખ ચૂકવે છે અને ઘેેર બેઠા સારવાર લેતો દર્દી લાખેક રૂપિયાના ખાડામાં ઉતરી જાય છે.
પ્રાઈવેટ ડોક્ટરની સારવાર શરૂ થયા પછી સત્તાવાળાઓનો ફોન આવે છે કે કોઇ તકલીફહોય તો કહો? દર્દી કહે કે તમે બહુ મોડું કર્યું છે અમે તો પ્રાઇવેટમાંથી દવા શરૂ કરી છે. ત્યારે એવો જવાબ મળે છે કે કંઇ નહીં દવા લો છોને? કંઇ કામ હોય તો ૧૦૪ પર ફોન કરજો.
પોઝીટીવ દર્દીનો સંપર્ક મોડો કરવા પાછળનું સૌથી મોટું કારણ પ્રાઇવેટ ડોક્ટરો તરફ દર્દીઓને ધકેલવાનું છે. પ્રાઇવેટ ડોક્ટરો તેમની ટીમ મોકલી આપે છે અને સારવાર શરૂ કરવા દે છે અને મોં માંગ્યા પૈસા દર્દીને ચૂકવવા પડે છે. સોશ્યલ નેટવર્ક પર કોરોનાની સલાહ આપતા અનેક ડોક્ટરોના ફોન નંબર આપેલા હોય છે.
આ લોકો સાથે પેથોલોજીકલ લેબોરેટરી જોડાયેલી હોય છે. જેવી દર્દીની સારવાર શરૂ કરાય કે તરતજ તેના બ્લડ રિપોર્ટ માટે ટેકનીશ્યન ઘેર આવી જાય છે. ૪૫૦૦ રૂપિયાના રિપોર્ટ થાય છે, ૧૫,૦૦૦ ડોક્ટરનો ચાર્જ દવા સાથેનો હોય છે. જે લેબ રિપોર્ટ સાંજે મળતો હોય તે માત્ર બે કલાકમાં જ આપી દેવાય છે.
ડાયાબીટીશ વાળો દર્દી હોય તો તેને ઇન્જેક્શનો શરૂ કરાય છે. જેમાં દર્દીને ૬૦-૭૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. પછી સંજીવનીમાંથી દર્દી પર ફોન આવે છે કે તબિયત કેવી છે અમારું કામ હોય તો કહેજો. આ એક જગજાહેર નેક્સસ છે. કોઇ તેમાંથી બચી શકતો નથી. કોરોનાના ડરમાંથી પૈસા ઉભા કરવાના કિમિયામાં અનેક ભાગીદારો હોય છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cFNHpm
via IFTTT
Comments
Post a Comment