જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાંથી આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવ્યો


- અજ્ઞાત મૃતદેહનો પોલીસે કબ્જો સંભાળી ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર, તા.3૦ માર્ચ 2021, મંગળવાર

જામનગરમાં રણમલ તળાવના પાછળના ભાગમાંથી આજે વહેલી સવારે એક માનવ મૃતદેહ તરતો નજરે પડયો હોવાથી ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી સીટી-એ ડિવિઝન પોલીસને સુપરત કર્યોછે. જે મૃતદેહની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણમલ તળાવના પાછળના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક માનવ મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ ત્યાંથી પસાર થઇ રહેલા એક નાગરિકે ફાયર બ્રિગેડને કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી તુરત જ તળાવની પાળે પહોંચી હતી, અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. અને સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.


જેથી સીટી-એ ડિવિઝનના પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી તેની ઓળખ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવ્યા પછી જી. જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો છે.

મૃતકની ઉંમર અંદાજે પચાસેક વર્ષની હોવાનું અને તેણે માત્ર કાળા કલરનું પેન્ટ પહેરેલું હતું. જે અર્ધનગ્ન મૃતદેહ અંદાજે દોઢેક દિવસથી તળાવમાં પડયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જામનગરના કોઈ વ્યક્તિ ગૂમ હોય અથવા તો તે અંગેની કોઈને જાણકારી હોય તો તુરત જ સીટી એ ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wew0oC
via IFTTT

Comments