મ્યાનમારના લોકોને મણીપુરમાં નહી ઘુસવા દેવાના નિર્ણય સામે લોકોનો આક્રોશ, સરકારે આખરે ફેરવી તોળ્યુ


બર્મા, તા. 30. માર્ચ, 2021 મંગળવાર

મ્યાનમારમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અહીંના નાગરિકો મોટી સંખ્યામાં ભારતમાં ઘૂસી રહ્યા છે.

મણીપુર એવુ રાજ્ય છે જેની સીમા મ્યાનમાર સાથે છે.અહીંના મુખ્યમંત્રી એન બિરેન સિંહની ભાજપ સરકારે મ્યાનમારના નાગરિકો પર મિઝોરમમાં આવવા સામે પ્રતિબંધ લગાવી દીધો હતો.જોકે આ નિર્ણય સામે મિઝોરમના લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો.જેના પગલે આ પ્રતિંબધનો નિર્ણય ત્રણ જ દિવસમાં પાછો ખેંચવામાં આવ્યો છે.

આ પહેલા સરારે મ્યાનમારની સીમાને અડીને આવેલા મણીપુરના ચાર જિલ્લાના કમિશનરોને પત્ર મોકલીને કહ્યુ હતુ કે, માત્ર માનવીય અને મેડિકલ ઈમરજન્સીના આધારે જ મ્યાનમારના નાગરિકોને ભારતની સીમામાં પ્રવેશ આપવામાં આવે.બાકીના નાગરિકોને એન્ટ્રી ના અપાય તેમજ તેમના માટે રાહત શિબિર પણ ખોલવામાં ના આવે.

સરકારને ડર છે કે, બહુ મોટી સંખ્યામાં મ્યાનમારના નાગરિકો ભારતમાં શરણાર્થી તરીકે ઘૂસી શકે છે.એક રિપોર્ટ પ્રમાણે 1000 જેટલા મ્યાનમાર નાગરિકો તો ભારતમાં આવી ચુક્યા છે. જ્યારે 100 જેટલા લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા.

જોકે આ આદેશની મણીપુરમાં વ્યાપક રીતે ટીકાઓ થઈ રહી હતી અને આ આદેશને અમાનવીય ગણાવાઈ રહ્યો હતો.લોકોમાં વધી રહેલા આક્રોશ બાદ હવે સરકારે ફેરવી તોળ્યુ છે. સરકારે કહ્યુ છે કે, તમામ પ્રકારના માનવતાપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યા છે.જેમાં શરણાર્થીઓને સારવાર સહિતની તમામ મદદ પુરી પાડવામાં આવશે. એવુ લાગે છે કે, અગાઉ જે પત્ર લખાયો હતો તેને લઈને ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે.અગાઉ જે પત્ર લખાયો હતો તેને પાછો ખેંચવામાં આવે છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PHvjmV
via IFTTT

Comments