સુરત પાલિકાની ઓનલાઇન સભા માટે વિપક્ષનો આક્રમક વિરોધ


સુરત, તા. 30 માર્ચ 2021 મંગળવાર

સુરત મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઇન રાખતા વિપક્ષ આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો છે. મહાનગરપાલિકાની કચેરીમાં વિપક્ષી કોર્પોરેટરોએ હલ્લાબોલ મચાવ્યો હતો.

સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે. જેનો વિપક્ષ દ્વારા આક્રમક વિરોધ કર્યો છે. 

રામધુન ગાઈને શાસકોને સદબુદ્ધિ આપે તે મુજબનો દેખાવો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની કચેરીમાં તોફાન કરતાં પાલિકાએ પોલીસ બોલાવી હતી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PDLiCu
via IFTTT

Comments