મુંબઈ : વસઈમાં રિક્ષા વ્યવસાય મોટા પ્રમાણમાં ચાલે છે. મહિલાઓ રીક્ષા ચલાવીને તેમના કુટુંબને આર્થિક ટેકો આપે છે. શહેરમાં ૪૪ રીક્ષા મહિલાઓ ચલાવે છે. આ રીક્ષાઓ મહિલાઓના સમૃદ્ધિ બચત ગુ્રપ અને બહુજન વિકાસ આઘાડીએ મહિલાઓને આપી હતી. હવે ફરીથી શહેરમાં વીજળી ઉપર દોડતી ૫૦ રીક્ષા ઉપલબ્ધ કરાશે.
એકાકી જીવન વીતાવતી મહિલાઓ, વિધવાઓ અને આર્થિક તંગીમાં હોય તેવી મહિલાઓને રોજગાર મળે તેથી વર્ષ ૨૦૧૯માં ૪૪ મહિલાઓને રીક્ષા ભેટમાં અપાઈ હતી. હવે આ સંસ્થાઓ ઈલેક્ટ્રિક રીક્ષાઓ વસઈ-વિરારમાં ૫૦ મહિલાઓને આપશે.
આ ઈલેક્ટ્રિક રીક્ષાથી પ્રદૂષણ નહીં થાય. તેમજ ૩ કલાક બેટરી ચાર્જ કર્યા પછી અંદાજે ૧૩૦ કિ.મી. જેટલું રીક્ષા દોડી શકશે. જેમાંથી રીક્ષા ચાલક મહિલાઓને એક હજાર રૃપિયાનો ફાયદો થશે. તેમજ રીક્ષાઓનો વિવિધ ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરવા માટે ઉપયોગમાં લેવાશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sSwezi
via IFTTT
Comments
Post a Comment