મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે વાઝેના ડ્રાઇવરે વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરી હતી


મુંબઇ :  ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે સચિન વાઝેના ડ્રાઇવરે વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરી હતી એવું જાણવા મળ્યું છે. 

દક્ષિણ મુંબઇમાં અંબાણીના ઘર પાસે વિસ્ફોટક ભરેલી એસયુવી મળવાના અને આ ગાડીના માલિક મનસુખ હિરણના મોતના કેસમાં સતત ચોંકાવનારી માહિતી મળી રહી છે.

૧૭ માર્ચના એસયુવીગાડી ચોરી થઇ હોવાનું થાણેના વેપારી મનસુખ હિરણે જણાવ્યું હતું. પણ મનસુખે આ ગાડી પાર્ક કર્યા બાદ નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા પોલીસ ઓફિસર સચિન વાઝેને ચાવી આપી હતી.  પછી વાઝેના કહેવાથી તેનો ડ્રાઇવર મુલુંડ- ઐરોલી રોડ પર ઘટનાસ્થળેથી આ ગાડી લાવવા ગયો હતો. તે વાઝેની સોસાયટીમાં ગાડી લઇને આવ્યો હતો. ૨૪ ફેબુ્રઆરી સુધી ગાડી ત્યાં જ ઉભી હતી. 

૨૫ ફેબુ્રઆરીના ડ્રાઇવર વિસ્ફોટક ભરેલી ગાડી લઇને અંબાણીના નિવાસસ્થાન પાસે આવ્યો હતો. પોલીસ તેની ગાડીને ન અટકાવે માટે વાઝે પાછળ અન્ય કારમાં સાથે આવ્યો હતો. ડ્રાઇવરે તેની ગાડી પાર્ક કર્યા બાદ પાછળ આવેલી વાઝેની કારમાં બેસી ગયો હતો એમ કહેવાય છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m7wLei
via IFTTT

Comments