મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવામાં આવનારી બારમાની પ્રેક્ટિકલ્સ અને જેઈઈ મેઈન્સની તારીખો એકસાથે આવતી હોવાથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. બારમાની પ્રેક્ટિકલ્સ આપવી કે જેઈઈ મેઈન્સ આપવી, એવો પ્રશ્ન વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. આ મુદ્દે સ્ટેટ બોર્ડે તુરંત પ્રેક્ટિકલ્સના ટાઈમટેબલમાં ફેરફાર કરવો, એવી માગણી ઉભી થઈ છે.
દેશભરમાં જેઈઈ મેઈન્સની ચોથા સત્રની પરીક્ષા ૨૪ થી ૨૮ મે દરમ્યાન લેવામાં આવશે, એ માટેનું ટાઈમટેબલ પણ જાહેર કરાયું છે. આજ દરમ્યાન બારમાની લેખિત પરીક્ષા ૨૧મી મેના પૂરી થયા બાદ ઓરલ્સ કે પ્રેક્ટિકલ્સ અને જેઈઈની પરીક્ષા સાથે આવતી હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓએ કરી છે. આથી જેઈઈ મેઈન્સની પરીક્ષા પૂર્ણ થયા બાદ બારમાની પ્રેક્ટિકલ્સનું આયોજન કરવું, એવી માગણી વિદ્યાર્થીઓએ સ્કૂલ શિક્ષણમંત્રીને કરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3weWiqH
via IFTTT
Comments
Post a Comment