- જોકે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : કોરોનાના સપાટામાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઓ આવી ગઇ છે. પરિણામે ફિલ્મોની શૂટિંગ પર પણ અસર થઇ છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની તબિયત ખરાબ થતા તે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડીને મુંબઇ આવી ગયો છે. તે ઘણા અઠવાડિયાથી લખનઊની આસપાસના સ્થળો પાસે ફિલ્મ મિશન મજનૂનું શૂટિંગ કરી રહ્યો હતો.
ફિલ્મના સેટ પરના લોકોએ જણાવ્યું હતુ ંકે, શૂટિંગદરમિયાન સિદ્ધાર્થની તબિયત ખરાબ થઇ ગઇ હતી. આ પછી તેણે પોતાની કોવિડ ટેસ્ટ કરાવી હતી, અને એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ છતાં સિદ્ધાર્થ ફિલ્મનું શૂટિંગઅધવચ્ચે છોડીને મુંબઇ પાછો જતો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મના ડાયરેકટર સંજય લીલા ભણશાલીને કોરોના પોઝિટિવ થયો હોવા છતાં પણ તેમની ફિલ્મનું શૂટિંગ અટક્યું નહોતું.
સેટ પરની પ્રોડકશન ટીમે પણ સિદ્ધાર્થ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડીને મુંબઇ આવી ગયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. તેમમએ કહ્યું હતુ ંકે, સિદ્ધાર્થની તબિયત ખરાબ હોવાથી તે ફિલ્મનું શૂટિંગ છોડીને મુંબઇ જતો રહ્યો છે. જોકે તેની કોવિડ-૧૯ટેસ્ટ નેગેટિવ આવી છે. હાલ તેના વગર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છેે. લખનઊમાં સિદ્ધાર્થનું હજી આઠ-દસ દિવસનું શૂટિંગ બાકી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m9014o
via IFTTT
Comments
Post a Comment