પ.બંગાળમાં ભાજપ જીતશે તો કિસાનોના ટેન્ટ ઉખાડી નાખશે


- નિતીશ કુમારની સરકાર લાચાર નજરે પડે છે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

બિહાર વિધાનસભામાં અગાઉથી તોફાનો માટેના પ્લાનીંગ સાથે વિરોધ પક્ષો આવ્યા હતા તો સામે છેડે સત્તાધારી પક્ષ પણ વળતો પ્રહાર કરવાની તૈયારી સાથે આવ્યા હોય એમ લાગતું હતું. પોલીસોને વધુ સત્તા આપતું બીલ પાસ કરવા માટે મુકાયું કે તરતજ વિરોધ પક્ષો તોફાન કરવા લાગ્યા હતા. વિધાસભામાં પોલીસ બોલાવાઇ અને કેટલાક પર લાઠી ચલાવાઇ તો કેટલાકને ટીંગા ટોળી કરીને બહાર કાઢ્યા હતા. વિરોધ પક્ષ ખાસ કરીને લાલુ પ્રસાદના પુત્રોને સમાચારોમાં ચમકવું છે. 

બિહાર વિધાનસભામાં વિપક્ષોએ કરેલી ધમાલ સામે સત્તાધારી પક્ષ અને મુખ્ય પ્રધાન નિતીશ કુમારે લીધેલા કડક પગલાં જોઇને વિપક્ષ ડરી ગયો હતો. કેટલાકને ધક્કા મારીને બહાર ધકેલી દેવાયા હતા. હારેલા વિપક્ષે બહાર ગાર્ડનમાં સમાંતર વિધાનસભા યોજી હતી. રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ કોઇ પણ રીતે એમ સાબિત કરવા માંગે છે કે તે મુખ્ય પ્રધાન નિતીશ કુમાર કરતાં વધુ હોંશિયાર છે. નિતીશ કુમારની સરકાર બહુમતી ધરાવતી હોવા છતાં તે વિરોધ પક્ષો  આગળ લાચાર નજરે પડે છે. 

બિહાર બંધ એક નાટકબાજી હોવા છતાં તેજસ્વી યાદવે તે માટે એલાન આપીને આખો મામલો લોકોની અદાલત સુધી પહોંચાડી દીધો હતો. નિતીશ કુમાર એગ્રેસીવ નથી .ભાજપે તેમને એકલા મુકી દીધા હોય એમ લાગે છે. નિતીશ કુમારને પરેશાન કરવાની એક પણ તક તેજસ્વી યાદવ છોડતા નથી. નિતીશ કુમાર વ્યૂહ રચના નહીં બદલે તો તેજસ્વી તેમને વારંવાર ભીંસમાં લઇને વિપક્ષી તાકાતના દર્શન કરાવશે. એવું પણ નથી કે નિતિશના સમર્થનમાં કોઇ નથી. પરંતુ છાશવારે વિપક્ષનો હાથ ઉપર રહે અને બિહાર સરકાર લાચાર સાબિત થાય તે રાજકીય કમનસીબી કહી શકાય. 

એક રાજકીય ગણિત એવું છે કે નિતીશ પોતાનું પદ કંટાળીને છોેડી દે તો ભાજપનો કોઇ ચહેરો મુખ્ય પ્રધાન બને.  જ્યારથી સરકાર રચાઇ છે ત્યારથી નિતિશે બે જણાને સાચવવા પડે છે. એક છે ભાજપના નારાજ જૂથને અને બીજો છે લાલુપ્રસાદ યાદવાના પુત્રોની વ્યૂહ રચનાનો સામનો કરવાની. જો દર વખતે વિપક્ષ મજબૂત નજરે પડશે તો સત્તાધારી પક્ષમાં બેઠેલો ભાજપ નિતિશનો ઘડો લાડવો કરીને તેમની બદલી નાખશે. લાલુ પુત્રો માટે આ મોટી જીત ગણાશે. 

કિસાન આંદોલન ઢીલું પડી રહ્યું છે...

મોદી સરકાર પાસે હાલમાં ચૂંટણી સિવાય કોઇ કામ નથી. સરકારનો એક પગ કોરોના ક્ષેત્રમાં છે તો બીજો પગ ચૂંંટણી જંગ જીતવા પર છે. પોતાની પાસે સમય નથી એવા દંભમાં જીવતી સરકાર કોઇ પણ ભોગે સમાધાન ઇચ્છે છે પરંતુ કિસાન નેતાઓ ગાંઠતા નથી. 

હકીકત એ છે કે  કિસાન આંદોલન ડામાડોળ છે. દિલ્હીમાં કિસાન નેતા હોવા જોઇએ તેના બદલે અન્ય રાજ્યોમાં મોદી સરકાર વિરૂધ્ધમાં પ્રચાર કર્યા કરે છે. મહા પંચાયત બોલાવવી આસાન નથી હોતી. તેમાં રજૂઆત માટેના મુદ્દા પણ હોવા જોઇએ. જે રાજ્યોમાં ચૂંટણીઓ છે ત્યાં કિસાનોને ભેગા કરીને તેને  મહાપંચાયત નામ અપાય છે અને ત્યાં ભાજપને મત નહીં આપવા જણાવાય છે. કિસાન નેતા રાજેશ ટિકૈત મોટા ઉપાડે પ.બંગાળ ગયા હતા. તેમને બોલાવનાર કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હતા પરંતુ રાજેશ ટિકૈતે મંચ પર ચઢીને મમતા બેનરજીના પ્રશંસા કરવા લાગ્યા હતા. થયું એવું કે ત્યાં બેઠેલા ડાબેરી સમર્થકોએ ઉહાપોહ કરતાં ટિકૈતે ભાષણ ટૂંકાવી નાખ્યું હતું.

કિસાન આંદેાલન કરનારાઓ અને તેમને ટેકો આપનારા લોકો બીજી મેના રોજના ચૂંટણી પરિણામોની રાહ જુવે છે. અડધો અડધ કિસાનો પોતાના ઘેર પાછા જતા રહ્યા છે. નવી સિઝનની ખેતીની શરૂઆત થઇ ગઇ હોઇ દરેક પોતાના કામમાં જોતરાઇ ગયા છે.

 જો ભાજપ પ.બંગાળમાં જીતે છે તો મોદી સરકાર રાતોરાત કિસાન ાંદોલનના ટેન્ટ ઉખેડી નાખશે. જો મમતા બેનરજી પ.બંગાળમાં સરકાર રચવા જેટલી બેઠકો મેળવશે તો ભાજપ કિસાનો સાથે સમાધાનના મૂડમાં આવી જશે. 

કિસાન આંદેાલન કરનારાઓ અને તેમને ટેકો આપનારા લોકો બીજી મેના રોજ ચૂંટણી પરિણામોની રાહ જુવે છે. અડધો અડધ કિસાનો પોતાના ઘેર પાછા જતા રહ્યાછે. નવી સિઝનના ખેતીની શરૂઆત થઇ ગઇ હોઇ દરેક પોતાના કામમાં જોતરાઇ ગયા છે. જો ભાજપ પ.બંગાળમાં જીતે છે તો મોદી સરકાર રાતોરાત કિસાન ાંદોલનના ટેન્ટ ઉખેડી નાખશે. જો મમતા બેનરજી પ.બંગાળમાં સરકાર રચવા જેટલી બેઠકો મેળવશે તો ભાજપ કિસાનો સાથે સમાધાનના મૂડમાં આવી જશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PkvowW
via IFTTT

Comments