- સની દેઓલના આ પુત્રને અવનિશ બડજાત્યાની ફિલ્મમાં સાઇન કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : કરણ દેઓલ પછી સની દેઓલનો નાનો પુત્ર રાજવીર દેોલ પણ ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યો છે. સૂરજ બડજાત્યાના પુભ અવનીશ બડજાત્યાની ફિલ્મથી રાજવીર લોન્ચ થશે. આ એક લવ સ્ટોરી હશે. ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર સહર્ષ આની ઘોષણા કરી છે.
ધર્મેન્દ્રએ જણાવ્યું છે કે, અવનીશ બડજાત્યા અને મારો પૌત્ર રાજવીર દેઓલ એક જ ફિલ્મથી સાથે ડેબ્યુ કરી રહ્યા છે, જેમનું હું સ્વાહત કરું છું. મારી દરેકને વિનંતી છે કે રાજવીર અને અવનીશને તમારો સહકાર, પ્રેમ અને પોતાપણું આપશો. બન્નેને ગુડલક તેમજ મારા આશીર્વાદ.
જ્યારે બોબી દેઓલે લખ્યું હતુ ંકે, પોતાના શમણા પૂરા કરવાની સફરમાં...એક લવ સ્ટોરી સાથે રાજશ્રી પ્રોડકશન ગર્વ સાથે રાજવીર દેઓલ અને અવનિશ બડજાત્યાની જોડીનુ ંસ્વાગત કરે છે. એક ખૂબસૂરત સફર માટે શુભકામનાઓ.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31yLUvT
via IFTTT
Comments
Post a Comment