મુંબઈ : મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની અંતિમ વર્ષની પરીક્ષા ૨૫ મેથી શરુ થવાની હતી. પરંતુ હવે તે પાછળ ધકેલી ૨૪ જૂનથી લેવામાં આવશે, એવો અહેવાલ પ્રાપ્ત થયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં રાજ્યભરની સરકારી અને મ્યુનિસિપલ હૉસ્પિટલોમાં અધિકાંશ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સને પાછા સેવા પર બોલાવી લેવાયા છે. આથી ડૉક્ટર્સે ભણવા માટે ૪૫ દિવસની રજા માગી છે. આથી પરીક્ષા પાછળ લેવાનો નિર્ણય બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાયો છે. જોકે મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સે પત્રમાં યુનિવર્સિટીને વિનંતી કરી હતી કે પરીક્ષા એક મહિનાથી વધુના સમય માટે પોસ્ટપોન કરવી નહીં.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u7OchJ
via IFTTT
Comments
Post a Comment