- અભિનેતા કોરોનાથી સાજા થઇ ઘરે પાછા આવ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૩૦
હાલમાં જ સતીશ કોશિક કોરોનાની અડફેટમાં આવ્યો હતો અને તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ થયો હતો. જોકે હવે તે સાજો થઇને પાછો ઘરે આવી ગયો છે. પરંતુ તેની આઠ વરસની પુત્રી વંશિકા કોરોનાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.
હાલ એક વાતચીત દરમિયાન સતીશ કોશીકે જણાવ્યુ ંહતુ ંકે, હું કોરોનામાંથી રિકવર થઇ રહ્યો છું હવે થોડા દિવસો ઘરમાં ક્વોરન્ટાઇન રહીશ. પરંતુ મારી આઠ વરસની પુત્રી વંશિકા પાંચ દિવસથી હોસ્પિટલમાં છે તેની કોવિડ-૧૯ રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. પરંતુ તેને તાવ ઊતરતો નથી. ૧૦૦-૧૦૧ની આસપાસ તાવ ચડઊતર થયા કરે છે. મહેરબાની કરીને તેના માટે પ્રાર્થના કરશો. એ અમને વારંવાર ફોન કરે છે અને રડયા કરે છે. હું બહુ ચિંતિત થઇ ગયો છું.
સતીશ કોશિકે વધુમાં જણાવ્યું હતુ ંકે, ફોન પર તેને રડતી સાંભળીને મારુ ંદિલ ભાંગી જાય છે. પરંતુ અમે લાચાર છીએ અને તેને કોઇ મદદ કરી શકતા નથી. ઇશ્વર આ મુશ્કેલની ઘડીમાં તમારા બાળકોને સ્વસ્થ રાખે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PoTEhg
via IFTTT
Comments
Post a Comment