કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ મુખ્યાલયમાં પ્રવેશબંધી


મુંબઈ :  કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકા ક્ષેત્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધી રહી છે તેથી જુદા જુદા પ્રતિબંધ લાગુ કરાઈ રહ્યાં છે. આવી જ રીતે એક પ્રતિબંધ મહાપાલિકાએ રજૂ કરતા પાલિકાના મુખ્યાલય તથા પાલિકાના પ્રભાગ કાર્યાલયોમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.

આદેશ મુજબ, હાલમાં નારિકોને મહાપાલિકામાં પ્રવેશવાની પરવાનગી નહીં મળે. કોઈને આત્યાવશ્યક કામ હોય તો પહેલા સંબંધિત અધિકારીની પરવાનગી લેવી પડશે. અન્ય કામો માટે પાલિકાની વેબસાઈટ કે ઈમેલ દ્વારા સંપર્ક કરી શકાસે. નાગરી સુવિધા કેન્દ્ર પર માત્ર પોસ્ટ સ્વીકારવામાં ્આવશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rIEKQo
via IFTTT

Comments