મુંબઇ : રેલવે ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે આગ લાગવા જેવી દુર્ઘટના ન સર્જાય અને પ્રવાસીઓના જીવ ન જોખમાય તે માટે રેલવેએ નવુ સર્ક્યુલર બહાર પાડયું છે તે મુજબ જ્વનશીલ પદાર્થ સાથે પ્રવાસીઓએ મુસાફરી કરી તો તેમને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે. આજ આદેશ સાથે રેલવેએ રાત્રે ૧૧થી સવારે પાંચ વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિના પોઇંટ બંધ રાખવાને પણ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ૧૩મી માર્ચના રોજ દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દી એક્સપ્રેસમા આગ લાગી હતી અને આ આગ જોતજોતામાં સાત ડબ્બા સુધી પ્રસરી ગઇ હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ પ્રવાસીને ઇજા થઇ નહોતી પરંતુ રેલવેને તેને કારણે ભારે નુકસાન થયું હતું.
પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાની માહિતી અધિકારીએ આપી હતી અને રેલવેએ પણ આ બાબતે ટ્વિટ કરી જાણકારી આપી હતી ઉલ્લેખનીય છે કે રેલવેના જ્વનશીલ પદાર્થ લઇ જવા પર પહેલાથી જ પ્રતિબંધ છે પરંતુ આ દુર્ઘટના બાદ હવે આ નિર્ણયનો કડક અમલ કરાશે તેવી માહિતી પણ અધિકારીએ આપી હતી. અને જો કોઇ પ્રવાસી કોઇ પણ પ્રકારના જ્વલનશીલ પદાર્થ સાથે પકડાશે તો તેમણે ત્રણ વર્ષની જેલ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fwq30g
via IFTTT
Comments
Post a Comment