મુંબઇ : પુણેમાં અત્યંત ઝડપથી વધતા જતા કોરોનાના કેસને પગલે રાત્રે આઠ વાગ્યાથી બીજે દિવસે સવારે સાત વાગ્યા સુધી કડક સંચારબંધી અમલમાં મૂકવામાં આવી છે. જોકે આ સંચારબંધીમાંથી આવશ્યક સેવાના કર્મચારીઓ, અખબારના વિતરકો, ફૂડ પાર્સલ ઘરે પહોંચાડનારા અને દૂધવાળાને મુક્તિ આપવામાં આવી છે.
આ અગાઉ પુણેમાં રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી સંચારબંધી લાગુ કરવામાં આવી હતી. પણ આને કારણે કોઇ ફેર પડયો નહોતો. એટલે હવે રાત્રે ૮ થી સવારે ૭ સુધીની સંચારબંધીનો આદેશ અપાવવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે એમ જોઇન્ટ પોલીસ કમિશનર ડૉ. રવીન્દ્ર શિસવેએ જણાવ્યું હતું.
દરમ્યાન પુણે જિલ્લામાં પણ પોલીસે નિયમોનો ભંગ કરવાવાળાને સપાટામાં લેવાની શરૃઆત કરી છે.
પ્રતિબંધક આદેશનો ભંગ કરીને રાત્રે મોડે સુધી હોટેલ-રેસ્ટોરાં ચાલુ રાખવા બદલ ૩૯ હોટેલ-માલિકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u0porU
via IFTTT
Comments
Post a Comment