કોન્સ્ટેબલ શિંદે અને બુકી ગોરને 7 એપ્રિલ સુધીની કસ્ટડી અપાઈ




મુંબઈ : બિઝનેસમેન મનસુખ હિરેણની હત્યામાં  સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારચી અને એક બુકીની એનઆઈએ કસ્ટડી  વિશેષ કોર્ટે સાત એપ્રિલ સુધી લંબાવી છે.

થાણેના રહેવાસી હિરેણની એસયુવી મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર ૨૫ ફેબુ્રઆરીએ વિસ્ફોટક સાથે મળી આવી હતી.

ત્યાર  બાદ પાંચ માર્ચે મુંબ્રાની ખાડીમાંથી હિરેણનો મૃતદેહ મળી આવ્યો હતો. મહારાષ્ટ્ર એટીએસે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરની આ સંબંધે ધરપકડ કરી હતી. ગય સપ્તાહે એનઆઈએએ બંનેની કસ્ટડી મેળવી હતી.

હિરેણની હત્યા પાછળનો આશ્ય જાણવા તેમની કસ્ટડી જરૃરી હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે.

આ કેસની તપાસ  શરૃઆતમાં એટીએસ  કરવાની હતી, પણ ત્યાર બાદ એનઆઈએએ તપાસ હાથ ધરી હતી.

એનઆઈએ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટ રાખવાનો કેસ પણ તપાસી રહી છે. આ કેસમાં આસિસ્ટંટ પોલીસીન્સ્પેક્ટર સચિન વાઝેની ધરપકડ કરાઈ હતી.

વાઝે હાલ ૩ એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rABCFZ
via IFTTT

Comments