મુંબઇ : હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે છેલ્લા બે દિવસથી મુંબઇ સહિત આખા કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ગરમીનો પારો નીચો ઉતર્યો છે.બીજીબાજુ વિદર્ભનાં અકોલા,ચંદ્રપુર,અમરાવતી,નાગપુર,યવતમાળ અને બુલઢાણા વગેરે જિલ્લામાં સૂર્યનારાયણનો ભારે પ્રકોપ થયો છે.
હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે વિદર્ભના ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી જેટલું ધગધગતું નોંધાયું હતું.અકોલા-૪૧.૬,યવતમાળ-૪૧.૫,અમરાવતી-૪૧.૨,નાગપુર-૪૧.૧,વર્ધા-૪૧.૧,ગઢચિરોળી-૪૦.૪,વાશીમ-૪૦.૨ અને ગોંદિયામાં ૪૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો હતો કે આવતા બે દિવસ(૧-૨-એપ્રિલ) દરમિયાન વિદર્ભનાં અકોલા,બુલઢાણા,ચંદ્રપુર અને યવતમાળ જિલ્લામાં ગરમીનો પારો હજી ઉંચો રહે તેવી શક્યતા છે.હાલ આ તમામ સ્થળોએ હવામાન સૂકું અને ગરમ રહેતું હોવાથી વાતાવરણમાં ગરમી અને અકળામણનો અનુભવ થઇ રહ્યો છે.
હાલ પવનો વાયવ્ય દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે.આજે મધ્ય મહારાષ્ટ્રના માલેગાંવમાં મહત્તમ તાપમાન ૪૨.૦ ડિગ્રી જ્યારે પુણેમાં લઘુત્તમ તાપમાન ૧૪.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૭ અને લઘુત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જોકે આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૦-૮૦ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૪-૬૪ ટકા નોઠધાયું હતું,આમ મુંબઇમાં ગરમીનો પારો ભલે નીચો ઉતર્યો હોય પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું વધ્યું હોવાથી મુંબઇગરાંને થોડીક અકળામણનો અનુભવ થઇ રહ્યો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ugen5Z
via IFTTT
Comments
Post a Comment