ડ્રગ્સ પ્રકરણે અભિનેતા એજાઝ ખાનને 3જી એપ્રિલ સુધી એનસીબી કસ્ટડી


મુંબઈ :  ડ્રગ પ્રકરણે પકડાયેલા અભિનેતા એજાઝ ખાનને ત્રીજી એપ્રિલ સુધી નાર્કોટિક્સ કન્ટ્રોલ  બ્યુરો (એનસીબી) કસ્ટડી આપવામાં આવી છે. 

મંગળવારે એજાઝ ખાનને એનસીબીના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી પકડયો હતો. કુખ્યાત ડ્રગ પેડલર શાદાબ બટાટાના કૌભાંડ સંબંધે તેનું નામ બહાર આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવ્યા બાદ બુધવારે  પરોઢિયે તેની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબી તેને આજે તબીબી તપાસ માટેે લઈ ગઈ હતી, ત્યાર  બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. 

મુંબઈના સૌથી મોટા ડ્રગ માફિયા ફારુક બટાટાના પુત્ર શાદાબ બટાટાની પાંચ માર્ચે ધરપકડ કરાઈહતી અને તેની પાસેથી બે કરોડનું ડ્રગ્સ મળ્યું હતું.

એજાઝ ખાને દાવો કર્યો  હતો કે તેની પત્નીનો ગર્ભપાત થઈ  ગયો હોવાથી હતાશામાંથી બહાર આવવા ઊંઘની ગોળી લેતી હતી. આ ગોળીઓ જ તેના બેડરૃમમાંથી મળી હતી.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dmSgE7
via IFTTT

Comments