મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 27918 કેસઃ 139ના મોત



 મુંબઇ :  મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. જો કે ગત બે દિવસથી દરદીની સંખ્યામાં ઘટાડો છે, પરંતુ બે દિવસની રજાના કારણે ટડેસ્ટ ઓછા થવાની શક્યતા છે. એવું વર્તાઇ રહ્યું છે. પણ કોરોનાનો પ્રકોપ નિયંત્રણમાં નથી. સંકટ ટળ્યું નથી, આથી રાજ્ય સરકાર ચિંતિત છે. નએ લોકડાઉન મૂકવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૭,૯૧૮ દરદી નોંધાયા હતાં અને ૧૩૯ દરદી મૃત્યુ પામ્યા હતા. જ્યારે ૨૩૮૨૦ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. અને રાજ્યમાં આજ દિને ૩ લાખ ૪૦ હજાર ૫૪૨ દરદી કોરોનાના એક્ટીવ કેસ છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને ૨૭ લાખ ૭૩ હજાર ૪૩૬ થઇ છે. અને મરણાંકની સંખ્યા ૫૪૪૨૨ થઇ છે. અને અત્યાર સુધી ૨૩,૭૭,૧૨૭ દરદી કોરોનાથી મુક્ત થયા છે. રાજ્યમાં હાલમાં ૧૬,૫૬,૬૯૭ દરદી હોમ ક્વોરન્ટીન છે. જ્યારે ૧૭૬૪૯ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. 

મુંબઇમાં કોરોનાના નવા ૪૭૫૮ દરદી નોંધાયા હતા અને ૧૦ દરદીનું મોત થયું હતું. આમ મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૦૯૩૨૦ થઇ છે. અને મરણાંકની સંખ્યા ૧૧૬૭૧ થઇ છે. જ્યારે ૩૦૩૪ દરદીને ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ સુધી મુંબઇમાં ૩૪૭૫૩૦ દરદી કોરોનાથી મુક્ત બન્યા હતા. અત્યારે શહેરમાં કોરોનાના ૪૯૧૬૭ દરદી સક્રિય છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31AeKMq
via IFTTT

Comments