કર્મચારીઓને પગાર આપવા પણ પૈસા નથી : 2 વર્ષમા 2જી વાર તિજોરીનું તળિયુ દેખાયું



મુંબઈ :  સ્ટેટ ટ્રાન્સપોર્ટને કોરોના વાયરસના વધી રહેલા કેસને ફરીવાર ફટકો પડયો છે. ફરીવાર કોર્પોરેશન પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા ન હોવાની બાબત પ્રકાશમાં આવી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મંગળવારે એક વિશેષ બેઠકનું આયોજન કરાશે. જેમા ફરીવાર રાજ્ય સરકાર પાસેથી આર્થિક મદદ મંગાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

કોરોના વાયરસના સંક્રમણ પહેલા એસટીની દરરોજની સરેરાશ આવક ૨૧ કરોડ રૃપિયા હતા. પરંતુ લોકડાઉનને કારણે આવક લગભગ બંધ થઈ ગઈ હતી. જે બસો લોકડાઉનમાં દોડાવાઈ હતી તે બસો અતિઆવશ્યક સેવાના કર્મચારીઓ માટે સેવા તરીકે દોડોવાઈ હતી. લોકડાઉનના શિથિલતા અપાયાના દિવસોના એસટીની ગાડી ફરી પાટે ચઢી હતી અને દરરોજની સરેરાશ આવક ૧૭ કરોડ રૃપિયાને આંબી ગઈ હતી. પરંતુ ફરીવાર વધી રહેલા કોરોનાના કેસને કારણે એસટીની આવક અને પ્રવાસી સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને સરેરાશ આવક ઘટીને ૧૦ કરોડ રૃપિયા થઈ ગઈ છે.

એસટીના લગભગ એક લાખ કર્મચારીઓ કામ કરે છે. જેમને પગાર પેટે ૨૯૨ કરોડ ચૂકવવા પડે છે. કોરોના કાળના પણ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પરિવહન પ્રધાન અનિલ પરબે રાજ્ય સરકાર પાસેથી ૧૦૦૦ કરોડ રૃપિયાની મદદ માંગી હતી.

આ પ્રકરણે પરિવહન પ્રધાન અનિલ પરબે જણાવ્યું કે ફરીવાર વધી રહેલા કેસને કારણે આર્થિક પરિસ્થિતિ વધુ વિકટ બની છે તેના સમાધાન માટે મંગળવારની બેઠકમાં નિર્ણય લેવાશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39wsA6S
via IFTTT

Comments