1 જ ફલેટ અનેક જણને વેચનારા બિલ્ડરો પર મોટી તવાઇ આવવાની તૈયારીમાં




મુંબઇ : એક મહત્વના પગલા રૃપે, અનેક વ્યક્તિઓને એક જ ફલેટ વેચતા બિલ્ડરો પર તવાઇ લાવવા રાજ્ય સરકાર મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા)માં સુધારો કરવા વિચારી  રહી છે. મહારેરાની જોગવાઇઓને ચાતરી કેટલક બિલ્ડરો આવો ગોરખધંધો ચલાવે છે.

આવાસ ખાતાના પ્રધાન જિતેન્દ્ર આવ્હડે આ સંબંધમાં એમ જણાવ્યું હતું કે સરકારના ધ્યાન પર આખા મહારાષ્ટ્રમાંથી એવા ઘણાં કેસ આવ્યા છે, જેમાં બિલ્ડરે ઘણા લોકોને એક જ ફલેટ વેચ્યો હોય અને જેને લીધે ખરીદદારો મુશ્કેલીમાં મુકાયા હોય. સરકાર મહારેરા એક્ટમાં એવો સુધારો કરવા  માગે છે, જેના હેઠળ આવા બિલ્ડરો સામે ગુનો નોંધી શકાય અને ખરીદદારો સાથે છેતરપિંડી ક રવા બદલ એમની ધરપકડ થઇ શકે. આ પ્રસ્તાવિત સુધારા બાદ ઓરિજિનલ ખરીદદાર ફલેટ પર દાવો કરી શકશે.

આ એક ગંભીર બાબત છે. એટલે આવા સોદામાં વધુ પારદર્શિતા લાવવા અને ફલેટના ખરીદદારો સાથે ઠગાઇ થતી રોકવા સરકાર મહારેરા એક્ટમાં સુધારો કરવા આતુર છે. રિયલ્ટી ક્ષેત્રના અગુણીઓએ મહારાષ્ટ્ર સરકારના આ પગલાને આવકાર્યું છે. બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (હાઉસિંગ એન્ડ રેરા કમિટી)ના ચેરમેન આનંદ ગુપ્તાએ પોતાના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે કોઇ બિલ્ડર દ્વારા એકથી વધુ ખરીદદારોને ફલેટ વેચાય તો એ ફોજદારી ગુનો બને છે અને કદાપિ સ્વીકાર્ય ન હોય જો સરકાર આવી ગેરરીતિ ડામવા કોઇ પગલાં લેવાની હોય તો એ આવકારદાયક છે. અલબત્ત, ખરીદદાર પાસે પણ એ જાણવા ના ઘણાં રસ્તા છે કે એણે નોંધાવેલો ફલેટ બીજા કોઇને વેચાયો છે કે કેમ.

એક અન્ય ડેવલપરે પણ જણાવ્યું હતું કે ફલેટના વેચાણ અને રજિસ્ટ્રેશનમાં મોટો ઉછાળો આવ્યો છે ત્યારે મહારેરામાં આવો સુધારો કરવાથી રિયલ્ટી સેકટરને ઘર ખરીદનારાઓ માટે વધુ પારદર્શક વાતાવરણ ઉભો કરવામાં મદદ મળશે એને લીધે લોકોની જીવનભરની બચતો અને રોકાણ પણ વધુ સુરક્ષિત બનશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31yWa75
via IFTTT

Comments