મુંબઇ : પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુુકેશ અંબાણીના નિવાસ સ્થાન નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળવાના કેસમાં ધરપકડ કરાયેલા સચિન વાઝેની વધુ એક કાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા જપ્ત કરવામાં આવી છે. નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા આ પોલીસ ઓફિસર પાસે વધુ ગાડી હોવાનું કહેવાય છે. આ મામલામાં અત્યાર સુદી કુલ છ ગાડી કબજે કરાય છે.
નવી મુંબઈના કામોઠે ખાતે એક સોસાયટીના પરિસરમાં આ કાર પાર્ક કરવામાં આવી હતી. ઘણા દિવસથી કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નહોતો. આ બાબતની પોલસીને જાણ કરવામાં આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન આ કારનો બીજો માલિક સચિન વાઝે હોવાનું કહેવાય છે. એનઆઇએની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
અગાઉ સ્ફોટક ભરેલી એસયુવી, બે મર્સિડિઝ, ઇનોવા કાર સહિત પાંચ ગાડી જપ્ત કરાય હતી.
નવી મુંબઈના આરટીએનો મર્સિડિઝ ગાડીનો રજિસ્ટર નંબર હતો એની પણ તપાસ એનઆઇએ કરી રહી છે.
દક્ષિણ મુંબઈમાં અંબાણીના ઘરની નજીક એસયુવી ગાડી મળી હતી. પછી ગાડીના માલિક મનસુખ હિરણની લાશ મળી હતી. આ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી હતી.
બીજી તરફ આ ગુનામાં પોલીસ ઓફિસર સહિત વાઝેની સંડોવણી પ્રકાશમાં આવી હતી. આથી તેની ધરપકડ કરાય હતી. ત્યાર બાદ વાઝેને નોકરીમાંથી સસ્પેન્ડ કરાયો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31vOO4v
via IFTTT
Comments
Post a Comment