સુરત, તા. 30 એપ્રિલ 2021 મંગળવાર
બાંધકામ સહિતના જુદા-જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગર-મજૂર વર્ગ હોળી ધુળેટીનો પર્વ વતનમાં માણી શકે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસમાં 258 ટ્રીપો ઉપાડવામાં આવી હતી, જે થકી રુ. 31.69 લાખની આવક નિગમને થઈ હતી.
નિગમ તરફથી તા. 25 થી 27 દરમિયાન આ ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું અને તેનો સૌથી વધુ લાભ દાહોદ-ઝાલોદવાસીઓએ લીધો હતો. ત્રણ દિવસ દરમિયાન 13756 પ્રવાસીઓ સુરત એસટી ડેપો અને રામનગરથી પોતાના વતન ગયા હતાં. નિગમને ઝાલોદવાસીઓ તરફથી રુ. 21.55 લાખની આવક થઇ હતી. જ્યારે દાહોદ વાસીઓએ રુ. 9.37 લાખની આવક આપી હતી.
સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા હોવાને કારણે, નવ વાગ્યાથી રાત્રે કરફયૂ અમલમાં છે. રાત્રી કર્ફ્યુને કારણે જ કારીગર-મજૂર વર્ગ નીકળ્યા ન હોવાને કારણે, આ વખતે એસ.ટી.ના એક્સ્ટ્રા ઓપરેશનનો લાભ જોઈએ એટલો લેવામાં આવ્યો નથી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m3BBt2
via IFTTT
Comments
Post a Comment