અમદાવાદ, તા. 28 ફેબ્રૂઆરી, 2021, રવિવાર
સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. આ ઉપરાંત 3જી માર્ચે નાણાંમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે.
જોકે, કોરોના ફરી વકર્યો છે ત્યારે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, કોરોનાને લીધે ગુજરાત વિધાનસભામાં ય ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોક ઠરાવ રજૂ કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ અને સ્વ.માધવસિંહ સોલંકીને ગૃહમાં શ્રધૃધાજંલિ અર્પવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યપાલ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરાશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ તા.2જી માર્ચે જાહેર કરાશે. આ જોતાં તા.3જીએ નાયબ મુખ્યમંત્રી-નાણાંમંત્રી નીતિન પટેલ તા.3જીએ બજેટ રજૂ કરશે.
નિતિન પટેલ 9મી વાર વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. આ બજેટમાં ભાજપ સરકાર યુપીની જેમ ગુજરાતમાં ય લવ જેહાદનુ બિલ પસાર કરી શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ભાજપને ફળ્યો છે ત્યારે લવ જેહાદનો કાયદો પસાર કરી ભાજપ મતદારોને રિઝવવા માંગે છે.
મહાનગરપાલિકા-પંચાયતોની ચૂંટણી બાદ ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના કેસો વધ્યા છે તે જોતાં વિધાનસભામાં મંત્રી,ધારાસભ્યો અને અિધકારીઓને કોરોના ટેસ્ટ કર્યા બાદ પ્રવેશ મળશે. એટલું જ નહીં, વિધાનસભામાં ય સોશિયલ ડિસટન્સ સાથે બેઠક વ્યવસૃથા ગોઠવવામાં આવી છે. કેટલાંક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવુ પડશે.
જોકે,ગત વખતે પ્રેક્ષક ગેલેરીમાં બેસતા ઉઠતા ફાવતુ ન હોવાની ફરિયાદો ધારાસભ્યોએ જ કરી હતી જેથી આ વખતે ગૃહ જેવી જ વ્યવસૃથા પ્રેક્ષક ગેલેરીમાં ગોઠવાઇ છે.ધારાસભ્યો સારી રીતે ઉઠી-બેસી શકે તેવી વ્યવસૃથા કરાઇ છે. આ તરફ,મહાનગરપાલિકામાં વિજય વાવટો લહેરાવ્યા બાદ ભાજપને પંચાયતોમાં જીત મેળવશે તેવી આશા છે. આ સંજોગોમાં પ્રાણ વિનાની કોંગ્રેસ સત્તાધારી પક્ષનો વિધાનસભામાં કેવી રીતે સામનો કરશે તે જોવાનું રહ્યુ.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b2fBuH
via IFTTT
Comments
Post a Comment