કોરોનાની મહામારી વચ્ચે મહેસાણાના બુથો પર હેન્ડ ગ્લવ્ઝ ન આપ્યા

મહેસાણા,તા.28

મહેસાણા નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ૪૨ બેઠકો માટે રવિવાર સવારે ૭ કલાકથી ૧૫૭ બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોરોનાના કારણે દરેક મતદારોને હેન્ડ ગ્લવ્ઝથી મતદાનની ચુંટણી પંચની સુચના હતી અને તે માટે મતદારો માટે હેન્ડ ગ્લવ્ઝની ફાળવણી પણ કરાઈ હતી પરંતુ સવારે કેટલાક મતદાન મથકો પર હેન્ડ ગ્લવ્ઝ વિના જ મતદારોએ મતદાન કરવાની ફરજ પડી હતી.

મહેસાણાના તાવડીયા રોડ પર ૧૧ ગોળની વાડીમાં વોર્ડ નં.૨ના મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. આ બુથ પર સવારથી હેન્ડ ગ્લવ્ઝ વિના જ મતદારોએ મતદાન કર્યું હતું. જોકે જાગૃત નાગરિકોએ ગ્લવ્ઝની માંગણી કરતા ફરજ પરના કર્મચારીઓએ ગ્લવ્ઝ આપ્યા હતા. આ ઉપરાંત દેલા વસાહત  ખાતે સ્લમ વિસ્તારમાં પણ બુથ ઉભું કરાયું હતું. અહી પણ મતદાર માંગે તો જ ફરજ પરના કર્મચારી દ્વારા હેન્ડ ગ્લવ્ઝ આપવામાં આવતા હતા. જે ફરજ પરના કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી.

એજન્ટ અને સ્ટાફને જ ગ્લવ્ઝ ફાળવ્યા છે

આ અંગે ૧૧ ગોળની વાડીના બુથ પરના પ્રિસાઈડીંગ ઓફીસરે જણાવ્યું હતું કે મતદાન મથકના સ્ટાફ અન ેએજન્ટોને જ ગ્લવ્ઝ ફાળવ્યા છે. મતદારો માટે નથી તો આજ મતદાન મથક પરના અન્ય બુથના પ્રસાઈડીંગ ઓફીસરે જણાવેલ કે મતદારો માટે ગ્લવ્ઝ નથી ફાળવાયા.

પોલીસ હેડ ક્વાર્ટર્સ પાસેની શાળાના બુથમાં ગ્લવ્ઝ રઝળતા જોવા મળ્યા

મહેસાણા પોલીસ હેડ ક્વાટર્સ નજીક આવેલ પ્રાથમિક શાળામાં વોર્ડ નં.૨ માટે મતદાન મથક ઉભું કર્યું હતું. અહીં મતદારોને ગ્લવ્ઝ અપાયા હતા. જોકે તેનો ઉપયોગ બાદ યોગ્ય નિકાલ નહી કરાતા શાળાના કેમ્પસમાં મતદાન સમયે સવારે જ રઝળતા જોવા મળ્યા હતા.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dUp6Ol
via IFTTT

Comments