કોરોના રસીકરણના ત્રીજા તબક્કા માટે આરોગ્ય રસીકરણ હાથ ધરાશે

પાલનપુર તા.28

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામા કોરોના રસીકરણનો ત્રીજા તબક્કાને લઈ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે આજ થી જિલ્લાની ૧૫સરકારી અને ૧૦ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે જેમાં ૬૦ વર્ષથી વધી વય ધરાવતા લોકોને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવામાં આવશે.

સમગ્ર દેશ અને રાજ્યની સાથો સાથ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા  જિલ્લામાં પણ આજે તા.૧લી માર્ચ ૨૦૨૧ થી કોરોના રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ ૬૦ વર્ષથી વધુ વયનાં તેમજ ૪૫ થી ૪૯ વર્ષ સુધીના બિમારીવાળા લોકોને રસી આપવામાં આવશે. જેમાં જિલ્લામાં આશરે બે લાખ થી વધુ લોકોને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે. બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગેની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એસ.એન.દેવએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને નાથવા સર્વેલન્સની કામગીરી ઝડપી કરાશે, બિમારીનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરનાર ૪૫ થી ૪૯ વર્ષના લોકોને રસી આપવામાં આવશે. શહેરી ભાગોમાં ખાસ સ્ક્રિનિંગ અને રસીકરણ ઝડપી કરવા સૂચના અપાઇ છે. રસીકરણ માટે સરકારી દવાખાના ખાનગી હોસ્પિટલો જેવા સ્થળો પર જઈને અથવા કોવિડ-૧૯ પોર્ટલ આરોગ્ય સેતુ એપ મારફતે ઓનલાઇન નોંધણી કરી શકાશે જિલ્લાના તમામ તાલુકામાં રસીકરણની કામગીરી શરૃ કરવામાં આવશે.જેમાં ૧૫ સરકારી હોસ્પિટલો અને ૧૦ ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dVEdXO
via IFTTT

Comments