ભુજમાં ૧.૩૩ લાખ જેટલા મતદારો ભાજપ, કોંગ્રેસ અને 'આપ'માંથી કોને ચૂંટશે?

ભુજ, શનિવાર 

ભુજપાલિકાનું ગતવર્ષે ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક એક અબજાથી વધુનું બજેટ પસાર થયાછતાં પણ શહેરમાં ઉડીને આંખે વળગે તેવા વિકાસકામો થયા નાથી. જે કામો થયા તેમાં ગુણવત્તા વગરના સી.સી રોડ,ઈન્ટરલોકના કામનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચાર પર ૫ વર્ષ રોષ ઠાલવતા રહેલા શહેરવાસીઓ ૧૯૮૫થી એકાધારી સત્તાભોગવતા ભાજપને જ ફરી સત્તાના સિંહાસન પર બેસાડશે. કે પછી આ વખતે કોંગ્રેસ અને આપના ઉમેદવારોને તક આપશે તે રવિવારે થનારા મતદાન પરાથી જણાશે.

કચ્છના પાટનગર એવા ભુજની નગરસુાધરાઈની આ ચૂંટણીમાં પ્રાથમવાર આપે સક્રીયપણે ઝુંકાવ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ધાર્યા કરતા અલગ પરીણામે આવી શકે છે.  વોર્ડ.૯ માં ભાજપના ૪ ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. ત્યારે બાકીની સીટ પર ત્રણે પક્ષો વચ્ચે જોરદાર ટક્કરની આશા છે. ભાજપે પોતાના ૪૪ ઉમેદવારો , કોંગ્રેસે ૩૯ અને આપે ૨૫ ને ટીકીટ આપી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં નવા- જુની થવાના એંધાણ છે. અત્યારસુાધી ભાજપ  સ્પષ્ટ બહુમતી સાથે જીતતું આવ્યું છે. ત્યારે આ વખત આપે જેમ સુરતમાં વિપક્ષ તરીકે મોરચો સંભાળ્યો છે તેમ ભુજમાં અનેક સીટ પર આપના ઉમેદવારો પરીણામમાં ફેર લાવી શકે છે. જેનાથી ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકશાન જઈ શકે છે.

ભુજમાં છેલ્લા એક દાયકામાં હદબહારનો ભ્રષ્ટાચાર ભાજપના શાસનમાં પાલિકામાં થયો છે. જેના કારણે ગત ટર્મમાં ભાજપને નો રીપીટની થીયરી અપનાવવાની ફરજ પડી હતી. પરંતુ નવા ચહેરાઓએ તો જુના જોગીઓને પણ ભ્રષ્ટાચારમાં પાછળ મુકી દિાધા હોય તેવો વહીવટ કરતા લોકો તોબા પોકારી ઉઠયા હતા. પોતાના કાર્યકળમાં કેમ પૈસાદાર બની જવું તે િથયરી પર તમામે કામ કરતા પ્રાથમિક સુવિાધાના પાણી, ગટર, લાઈટ સહીતના પ્રશ્નો યાથાવત છે. બીજીતરફ માત્ર નગરસેવકોનો જ વિકાસ થયો છે. ત્યારે આ વખતે ભુજના ૧૩૩૩૮૩ મતદારો વાંઝિયો રોષ પ્રગટ ન કરીને ખરેખર પોતાના મતદાનનો પરચો બતાવશે કે કેમ તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પ્રાથમવાર નગરસુાધરાઈની ચૂંટણીમાં શહેરમાં ૭થી વધુ મોટા વિસ્તારોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q1TRU6
via IFTTT

Comments