કચ્છ જિલ્લા પંચાયત-૧૦ તા.પં.ની ચૂંટણીમાં ૬૩.૩૭ % સરેરાશ મતદાન

ભુજ,રવિવાર

સમગ્ર રાજયની સાથોસાથ કચ્છ જિલ્લામાં ૫ણ આજે લોકશાહી પર્વની ઉજવણી કરાઈ હતી. કચ્છના ગામેગામના મતદારોએ આ ચૂંટણી યજ્ઞામાં પોતાની મત રૃપી આહુતિ આપી હતી. કચ્છ જિલ્લા પંચાયત ઉપરાંત ૧૦ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૩.૩૭ ટકા મતદાન નોંધાયુ હતુ. શહેર કરતા ગ્રામિણ વિસ્તારોના મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં ૫૦ ટકા મતદાન નોંધાયુ હતુ.

 કચ્છ જિલ્લા પંચાયતની ૪૦ સીટ તેમજ ૧૦ તાલુકા પંચાયતની ૨૦૪ અને પાંચ નગરપાલિકાની ૧૯૬ એમ કુલ ૪૪૦ સીટ માટે ચૂંટણીલક્ષી જંગ ખેલાયો હતો જેમાં મતદારોએ ભાગ લેતા ૧૧૩૧ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. શાંતિપૂર્વક માહોલમાં મતદાન યોજાયુ હતુ અને કયાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોય તેવા કયાંયાથી ખાસ કોઈ સમાચાર મળ્યા ન હતા. તેમજ ઈવીએમ ખોટકાવાના બનાવો પણ ખાસ નોંધાયા ન હતા. 

કચ્છમાં કુલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળીને ૧૫,૬૯,૩૧૬ મતદાતાઓ નોંધાયેલા છે. જૈ પૈકી કચ્છ જિલ્લા પંચાયતની વાત કરીએ તો સ્ત્રી-પુરૃષ મળીને કુલ ૧૦૭૫૩૮૧ મતદારોમાંથી પુરૃષ-૩૬૩૩૧૫ અને સ્ત્રી-૩૧૬૭૩૭ એમ કુલ ૬૮૦૦૫૨ મતાિધકારનો ઉપયોગ કરતા જિલ્લા પંચાયતમાં મતદાનની ટકાવારી ૬૩.૨૪ નોંધાઈ હતી. જયારે ૧૦ તાલુકા પંચાયતોની વાત કરીએ તો કુલ ૨૦૪ બેઠક પુરૃષ-૫૪૫૯૬૨, સ્ત્રી-૫૦૭૦૨૦ એમ કુલ ૧૦૫૨૯૮૨ માંથી પુરૃષ-૩૫૬૩૨૬ અને સ્ત્રી-૩૧૦૯૭૫ એમ કુલ ૬૬૭૩૦૧ મતાિધકારનો ઉપયોગ કરતા ૬૩.૩૭ ટકા મતદાન નોંધાયુ હતુ.

સૌથી વધુ લખપત તાલુકામાં ૭૮.૧૦% , જયારે બીજા નંબરે મુંદરા તાલુકામાં ૭૨ ટકા જયારે અંજાર તાલુકામાં ૬૫.૧૨, ભુજ તાલુકામાં ૬૪.૦૫, માંડવી તાલુકામાં ૬૪.૬૫, ગાંધીધામ તાલુકામાં ૫૭.૪૬, ભચાઉ તાલુકામાં ૫૮.૮૧, રાપર તાલુકામાં ૬૦.૫૦, નખત્રાણા તાલુકામાં ૫૮.૭૮, અબડાસા તાલુકામાં ૬૩.૯૪ % મતદાન નોંધાયુ હતુ. 

કચ્છમાં પાંચ નગરપાલિકા કરતા એક જિલ્લા અને દસ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૩ ટકા વધુ મતદાન થયુ હતુ. કચ્છમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં પ્રારંભે નિરસ માહોલ રહ્યો હતો ત્યારબાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળતા મતદાનની ટકાવારી વાધી હતી.  ભુજ અને ગાંધીધામ શહેરમાં ઓછુ મતદાન થયુ હતુ.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bLCPEt
via IFTTT

Comments