મ્યુચ્યુઅલ ફંડોમાં એસેટ એલોકેશન મહત્વનો મુદ્દો


૨૦૨૦નું વર્ષ વોલેટિલિટીથી ભરપૂર હતું અને બજારમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો ઉછાળો આવ્યો હતો. તેનાથી નવા વર્ષ માટે કેટલાંક મહત્વના બોધપાઠ મળ્યા છે. એક સર્વસામાન્ય બોધપાઠ એ છે કે તમામ એસેટ ક્લાસ (રોકાણ માધ્યમો)માં કાતિલ ઉથલપાથલ થાય છે અને તમામ કેટેગરીના ફંડના દેખાવમાં તીવ્ર ફેરફાર જોવા મળે છે. તેથી યોગ્ય ડાઇવર્સિફિકેશન અને એસેટ એલોકેશન ખૂબ જરૂરી છે. બજારની અનિશ્ચિતતાના વમળમાં ફસાવવાની જગ્યાએ એસેટ એલોકેશનથી મુશ્કેલ સમયનો સામનો કરી શકાય છે. કોઇ એક એસેટ ક્લાસ કે ફંડ કેટેગરીમાં તમામ રોકાણ કરવાની જગ્યાએ એસેટ એલોકેશન મારફતે એસેટ ક્લાસમાં બદલતા વિજેતા ફંડ્સનો લાભ લઇ શકાય છે.

એસેટ એલોકેશન અને ફંડની પસંદગી રોકાણકારો માટે સામાન્ય રીતે પડકારજનક સાબિત થઇ છે, કારણ કે રોકાણકારો સામે સંચાલકીય મુદ્દા, ફંડમાં ફેરફાર સંબંધિત ટેક્સના ખર્ચ, એફોર્ડેબિલિટી (રોકાણનું બજેટ) અને બીજા માનવીય સ્વભાવગત પડકારો હોય છે. તેથી દરેક એસેટ ક્લાસમાં કેટલી ફાળવણી કરવી, કેવી રીતે તેમાં ફેરફાર કરવો, વિવિધ મ્યુચ્યુઅલ ફંડમાંથી યોગ્ય ફંડ્સની પસંદગી કેવી રીતે કરવી. ફંડનું રિબેલેન્સિંગ ક્યારે કરવું, તેની સમીક્ષા કેવી રીતે કરવી જેવા અનેક નિર્ણયો કરવાનું મુશ્કેલ બને છે.

આ સ્થિતિમાં સાતત્યપૂર્ણ રીતે ચડિયાતું વળતર મેળવવા માટે એસેટ એલોકેટર ફંડ્સ શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. આ ફંડ્સમાં એસેટ એલોકેશન એક અભિન્ન ફિચર છે અને વિવિધ એસેટ ક્લાસમાં ડાઇવર્સિફિકેશનની ક્ષમતા ધરાવે છે, તેથી રોકાણકારો માટે આ ફંડ્સ તમામ સમય માટે શ્રેષ્ઠ બની શકે છે. આ કેટેગરીમાં આદિત્ય બિરલાનું એસેટ એલોકેટર ફંડ ઓફ ફંડ એક સાથે તમામ સુવિધા ઓફર કરતું ફંડ છે. તે એસેટ એલોકેશન અને ફંડ સિલેકશન બંનેનો લાભ આપે છે. આ એક એવી વ્યૂહરચના છે કે જે જોખમને સંતુલિત કરીને સંતુલિત પદ્ધતિએ વળતર આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત વિવિધ એસેટ ક્લાસ અને ફંડ્સમાં સાઇક્લિકલ તક ઝડપીને સરેરાશ કરતાં વધુ વળતર આપવાનો પ્રયાસ કરે છે.

ફંડ મેનેજર તેમના પોર્ટફોલિયોમાં ઈક્વિટી, ડેટ, ઈન્ટરનેશનલ ઈક્વિટીઝ અને ગોલ્ડનો સમાવેશ કરીને એસેટ એલોકેશનનું સક્રિય સંચાલન કરે છે. કોઇ એક એસેટ ક્લાસમાં વોલેટિલિટી આવી શકે છે, પરંતુ જો પોર્ટફોલિયોમાં યોગ્ય ડાયવર્સિફિકેશન હોય તો વિવિધ એસેટ ક્લાસ વચ્ચે નકરાત્મક સહસંબંધથી આ વોલેટિલિટીની અસરને સરભર કરી શકાય છે. તેનાથી વાજબી રિસ્ક એડજસ્ટેડ વળતર  મેળવવામાં આવે છે. આ વ્યૂહરચનાથી પરંપરાગત ડિપોઝીટ કરતાં ઊંચું વળતર મળે છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pc54oa
via IFTTT

Comments