ભુજ, રવિવાર
કચ્છમાં મુંદરા- બારોઈ નગરપાલિકાનું ગઠન થતા પ્રાથમવાર તેની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રવિવારે થયેલા મતદાનપર્વમાં મતદારો મતદાનમાથકો પર ઉમટી પડયા હતા. સ્ત્રી અને પુરૃષ બંને મતદાર વર્ગમાં બહોળા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ૫ સુાધરાઈમાં સૌથી વધુ અહીં ૭૦.૦૮ ટકા મતદાન નોંધાયું હતું.
અત્યારસુાધી પંચાયત સ્તરે આ વિસ્તારનો વિકાસ થતો હતો ત્યારે સુાધરાઈનું ગઠન થતાં લોકોને વિકાસની નવી આશાઓ જાગી છે. મુંદરા અને બારોઈ પંચાયતને એક કરીને કુલ ૭ વોર્ડનું ગઠન કરાયું છે. જેમાં ૨૮ ઉમેદવારોને ચૂંટી કાઢવામાં આવશે. પ્રાથમવાર નગરસેવકો બનીને વોર્ડનું પ્રતિનિિધત્વ કરવા ઉમેદવારોએ લોકોને અનેક વાયદાઓ કર્યા છે. બીજીતરફ લોકો માટે પાલિકા સ્તરની પ્રાથમ ચૂંટણી હોવાથી લોકોએ પોતાના પસંદના ઉમેદવારોને મોકો આપવા જબ્બર વોટીંગ કર્યું છે. મુંદરા- બારોઈમાં કુલ ૨૫૦૫૬ વોટર નોંધાયા છે. જેમાં ૧૩૧૪૦ પુરૃષ તાથા ૧૧૯૧૬ સ્ત્રી મતદારો હતા. ત્યારે કુલ પુરૃષો પૈકી ૯૪૩૯ અને કુલ સ્ત્રી પૈકી ૮૧૨૦ મતદાન કરતા કુલ ૧૭૫૫૯ મતો પડયા હતા. જેમાં પુરૃષ ૭૧.૮૩ ટકા જ્યારે મહિલામાં ૬૮.૧૪ ટકા વોટીંગ નોંધાતા નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક ૭૦.૦૮ ટકા મતદાન નોંધાયું હતું. જે પાંચ સુાધરાઈમાં સૌથી વધુ મતદાન રહ્યું છે.
----
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sBph5n
via IFTTT
Comments
Post a Comment