ભુજ, રવિવાર
કચ્છમાં ૫ નગર સુાધરાઈની ચૂંટણીમાં પુરૃષોની સાથે મહિલાઓએ પણ પોતાના મતાિધકારનો પુરતો ઉપયોગ કરતા મતદાનની ટકાવારીનો ગ્રાફ ઉંચો ગયો હતો. જો કે, ગાંધીધામ અને ભુજ જેવી મોટી નગરપાલિકા ધરાવતા વિસ્તારની મહિલાઓ નીરસ રહી હતી. જ્યારે નવી બનેલી મુંદરા-બારાઈ સુાધરાઈની સ્ત્રીઓએ ૫ પાલિકાક્ષેત્રમાં સૌથી વધુ મતદાન કરીને રેકોર્ડ બનાવ્યો હતો.
ભુજમાં કુલ ૪૯.૪૧ ટકા મતદાન થયું હતું. જેમાં ૪૭.૧૬ ટકા સ્ત્રી મતદાન નોંધાયું હતું. કુલ ૬૦૦૦૬ સ્ત્રી મતદારો નોંધાયેલી છે જેમાંથી ૨૮૩૦૦ સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. જ્યારે માંડવીમાં કુલ ૬૩.૩૫ ટકા મતદાન થતાં સ્ત્રી મતદાન ૬૩.૧૯ ટકા થયું હતું. જેમાં કુલ ૨૦૮૫૩ મહિલા મતદારો પૈકી ૧૩૧૭૮ સ્ત્રીઓએ મત આપ્યો હતો. જ્યારે મુંદરા બારોઈના પ્રાથમ ચૂંટણીમાં ૧૧૯૧૬ મહિલા મતદાર નોંધાઈ હતી જેમાંથી ૬૮.૧૪ ટકા એટલે કે, ૮૧૨૦ સ્ત્રી મતદાન કરતા મુંદરાની પાલિકાનું કુલ મતદાન ૭૦.૦૮ ટકા પહોંચ્યું હતું. ૫ પાલિકામાં મુંદરામાં મહિલા મતદાન સૌથી વધુ રહ્યું હતું. જ્યારે અંજારપાલિકામાં ૩૨૦૦૯ સ્ત્રી મતદારો નોંધાઈ હતી. જેમાંથી ૧૬૫૦૨ મહિલા મતદાન કરતા ૫૧.૫૫ ટકા મતદાન થયું હતું. જેાથી અંજારની મતદાનની ટકાવારી કુલ ૫૪.૬૦ ટકા પહોંચી હતી. જ્યારે સૈાથી મોટી સુાધરાઈ ગાંધીધામમાં કુલ મતદાન ૪૪.૬૧ ટકા થયું હતું. જેમાં ૮૦૭૬૦ મહિલા મતદારો પૈકી ૩૪૬૬૩ મહિલાઓએ પોતાનો કિંમતી મત આપતા મહિલા મતદાનની ટકાવારી ૪૨.૯૨ ટકા થઈ હતી. આમ મહિલા મતદાનની ટકાવારી અહીં સૌથી નીચી રહી હતી. આમ, કચ્છમાં ૫ પાલિકાના ૨૦૫૫૪૪ મહિલા મતદારો પૈકી ૧૦૦૭૬૩ મતદાન કરતા ૪૯.૦૨ સ્ત્રી મતદાનની ટકાવારી નોંધાઈ છે. જે પુરૃષોના કુલ ૨૨૩૯૦૬ મતો પૈકી થયેલા ૧૧૭૪૯૬ મતદાનના ૫૨.૪૮ ટકાની સામે માત્ર ૩.૪૬ ટકા ઓછું છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kyTUp3
via IFTTT
Comments
Post a Comment