- વ્યક્તિ સ્વાયત્તતાને દબાવી દેવાના પ્રયાસો લાંબા ટકતા નથી
આપણે જ્યારે આશા ગુમાવી દેતા હોઈએ છીએ ત્યારે વ્યક્તિ સ્વતંત્રતા હજુ અકબંધ હોવાની લાગણી આપણને ટકાવી રાખે છે.
વિદેશીઓને ભારત પર રાજ કરવાનો અથવા તો ભારતીયોને સ્વતંત્રતાથી વંચિત રાખવાનો તેમને કોઈ અધિકાર નથી તેવી વિચારધારાનો જન્મ ભારતમાં ઘણો જ મોડો થયો હતો, પરંતુ જો અમેરિકાની વાત કરીએ તો, અમેરિકામાં સ્વતંત્રતા ૪ જુલાઈ ૧૭૭૬માં જ મળી ગઈ હતી.
ભારતને તેની સ્વતંત્રતા અથવા સાર્વભોમતા મળવી જોઈએ તે માટેની આક્રમક ચળવળ ઘણી જ મોડી શરૂ થઈ હતી. ૧૯૦૬માં કોલકત્તા કોંગ્રેસ ખાતે, દાદાભાઈ નવરોજીએ સ્વરાજ માગ્યું હતું પરંતુ તે માગણી એક મર્યાદિત સ્વતંત્ર સરકાર માટે હતી. ૧૯૧૬માં બાલ ગંગાધર તિલકે અને એની બેસંટે 'હોમ રુલ' ચળવળ શરૂ કરી હતી અને બ્રિટિશ શાસન હેઠળ 'સાર્વભોમતા'નો દરજ્જો મળવો જોઈએ તેવી માગણી કરી હતી. પરંતુ પૂર્ણ સ્વરાજનો ઠરાવ તો ૧૯૨૯માં લાહોર કોંગ્રેસ ખાતે કોંગ્રેસ કારોબારી સમિતિએ પસાર કર્યો હતો.
સ્વતંત્રતા મળ્યા બાદ, ભારતે ફ્રાન્સ તથા અમેરિકામાં તે વખતે પ્રચલિત વિચારોનું અનુસરણ કર્યું હતું, ખાસ કરીને ફ્રાંસ ક્રાંતિના યુદ્ધ ઘોષ ''સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા'' તથા અમેરિકાના સ્વતંત્રતાના જાહેરનામામાં આવરી લેવાયેલ નિવેદન ''દરેક મનુષ્ય સમાન છે અને ઈશ્વરે છીનવી ન શકાય તેવા હક્કો તેમને પ્રદાન કર્યા છે. જીવન, સ્વતંત્રતા તથા આનંદની પ્રવૃત્તિનો આ હક્કોમાં સમાવેશ થાય છે. આમાં સ્વતંત્રતા મુખ્ય છે.
સ્વતંત્રતા પર પ્રહાર
વિરોધના સૂરને દબાવી દેવા સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ અગાઉ કયારેય સત્તાનો હાલના જેટલો દૂરુપયોગ થયાનું જોવા મળ્યું નથી. ૧૯૭૫-૭૭ની કટોકટીના કાળમાં રાજકીય વિરોધીઓને ટાર્ગેટ બનાવાયા હતા. જ્યારે આજે વિરોધના દરેક સૂરને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. પછી તે રાજકીય હોય, સામાજિક હોય, સાંસ્કૃતિક હોય કે શૈક્ષણિક વિરોધ હોય. સીંંઘુ તથા ટીકરી ખાતે ખેડૂતો કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહ્યા છે નહીં કે ભાજપનો, આમછતાં તપાસ સંસ્થાઓ દ્વારા ખેડૂતોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. વધી રહેલી ગુનાખોરી, દલિતો પરના અત્યાચાર, પોલીસની કનડગત, ભ્રષ્ટાચાર, ઈજારાશાહી વગેરે સામે વિરોધ ઉઠી રહ્યો છે પરંતુ આ વિરોધને ભાજપ સરકાર સામેનો વિરોધ ગણી લેવામાં આવે છે અને તેને દબાવી દેવાના આદેશ આપવામાં આવે છે.
કુ. દીશા રવિએ ખેડૂતોના વિરોધને ટેકો આપ્યો હતો તે કોઈપણ રાજકીય એજન્ડા ધરાવતી નહોતી તેમ છતાં તેને રાષ્ટ્રની દૂશમન તરીકે ચિતરવામાં આવી હતી. તેની પહેલા એક પત્રકાર સિદ્દિક કપન જેણે હાથરસમાં બળાત્કાર તથા હત્યાની ભોગ બનેલ યુવતિ માટે અવાજ ઉઠાવ્યો હતો તેના પર પણ સરકાર ઉથલાવવાના કાવતરાનો આક્ષેપ કરાયા ેહતો. નાગરિક સુધારા ધારાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ તથા મહિલાઓને ટૂકડે ટૂકડે ગેંગ નામ અપાયું છે અને દેશના ભાગલા પાડવાનો તેમના પર આરોપ મુકાયો છે. આવા અનેક ઉદાહરણો તાજેતરમાં જોવા મળ્યા છે જેમાં કોઈને કોઈ પ્રકારે વ્યકિત સ્વતંત્રતા દબાવી દેવાના પ્રયાસો થયા છે.
મૂક પ્રેક્ષક
અદાલતો ખાસ કરીને નીચલી અદાલતો એક મૂક પ્રેક્ષક બની ગઈ છે. પોલીસ દ્વારા કરાતી ધરપકડોને યોગ્ય ઠેરવી લોકોને યા તો પોલીસકસ્ટડી અથવા તો જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનું રુટિન કામ કરી રહી છે. દેશના ઘડાયેલા કાયદાઓનું પાલન થતું નથી. સંબંધિત કેદીને મહિને અથવા બે મહિને એક વખત કોર્ટની તારીખ આપવામાં આવે છે અને તે પણ લંબાતી જાય છે. યા તો તપાસકર્તા ઓફિસર ગેરહાજર રહેતો હોય છે અથવા તો ફરિયાદી ગેરહાજર હોય છે અથવા તો સાક્ષી ગેરહાજર રહે છે અથવા તો તબીબી રિપોર્ટ તૈયાર નથી હોતો અથવા તો જજ રજા પર હોય છે. અને સદર કેદીએ નિરાશ થઈને નવી તારીખ સાથે ફરી જેલમાં જવું પડે છે. ઉપલી અદાલતોમાં પણ સ્થિતિ કંઈ સારી નથી.હજારો જામીન અરજીઓ નિકાલ થયા વગરની પડી છે. એક જ સુનાવણીમાં ભાગ્યે જ કોઈ અરજી પર નિર્ણય આવે છે. આનું મુખ્ય કારણ એક જ જોવા મળ્યું છે અને તે એ કે તપાસ કરતી સંસ્થાઓ જેમ કે સીબીઆઈ, પોલીસ, ઈડી, એનઆઈએ વગેરે દ્વારા દરેક જામીન અરજીનો વિરોધ કરવાની નીતિ.
ન્યાયની ખાતરી
અર્નબ ગોસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટે વ્યક્તિ સ્વતંત્રતાને રક્ષણ આપ્યું હતું અને બંધારણિય અદાલત જો સ્વતંત્રતાની રક્ષાનહીં કરે તો કોણ કરશે તેવું નિરીક્ષણ કર્યું હતું. મને આનંદ થયો છે કે બીજા ઘણાં જજો તપાસ એજન્સીઓની સખતાઈને ચલાવી લેતા નથી અને વ્યક્તિ સ્વતંત્રતા પર ભાર આપી રહ્યા છે. બોમ્બે હાઈ કોર્ટે ૮૨ વર્ષના એક કવિને તબીબી કારણસર જામીન આપ્યા છે. દીશા રવિના કિસ્સામાં ન્યાયમૂર્તિએ લોકશાહીના ગુણધર્મનો ઉલ્લેખ કર્યો હતોઃ ''મતભેદો, અસહમતિ, વિભિન્ન મત અથવા તો કોઈ બાબતે નાપસંદગી એ દેશની નીતિઓમાં તટસ્થતા ઊભી કરવા માટે સ્વીકારાયેલા કાનૂની સાધનો છે.''
અદાલતો સ્વતંત્રતાને બચાવી રહી છે ત્યારે, મને લાગે છે કે સ્વતંત્રતાની બીજી ચળવળ શરૂ થઈ ગઈ છે અને જે લોકો જેલમાં ગુંગળાઈ રહ્યા છે તેઓ સ્વતંત્રતાની હવાનો ફરી અનુભવ કરી શકશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37TNdZC
via IFTTT
Comments
Post a Comment